Gujarat: An accident between the truck and the rickshaw on Bhavnagar road, two children died
  • Home
  • Bhavnagar
  • ધોલેરા ભાવનગર માર્ગ પર ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત, બે બાળકોના મોત

ધોલેરા ભાવનગર માર્ગ પર ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત, બે બાળકોના મોત

 | 8:41 pm IST

ધોલેરા ભાવનગર માર્ગ પર સાંઢિડાના પાટીયા પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બે બાળકોના મોત થયા હતા જયારે બે લોકોને ઇજાઓ થવા પામી હતી.ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા અખરતભાઇ કાઝી તેમના પત્નિ અને બે બાળકો તેમની રીક્ષા સાથે ભડિયાદ પીરના દર્શન કરીને પરત ફરી રહયા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.ધોેલેરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ધોલેરા ભાવનગર માર્ગ પર આવેલ સાંઢિડાના પાટીયા પાસે ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેલા અખતરભાઇ કાઝી તેમના પત્નિ તથા બાળકો આફતાબ ઉ.વ.14 તથા મહમદ ફેઝલ ઉ.વ.5 ભડિયાદ પીરના સાલાના ઉર્સમાં દુઆ સલામ માટે આવ્યા હતા અને ભડિયાદથી પરત ભાવનગર તરફ જઇ રહયા હતા ત્યારે સાંઢિડા ના પાટીયા પાસે સામેથી પુર ઝડપે આવી રહેલા ટ્રક સાથે ટકકર થતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી અકસ્માતની જાણ થતા જ 108 ધોલેરા ઘટના સ્થળે દોડી જઇ અકસ્માતમાં ઘાયલ થયેલા ફીરોઝાબેન તથા અખતરભાઇ ને ધંધૂકા આરએમએસ હોસ્પીટલ ખાતે સારવાર માટે લાવવમાં આવ્યા હતા જયારે આ દુર્ઘટનામાં બંને બાળકોના મોત થયા હતા.

અકસ્માતને કારણે ઘણા સમય સુધી માર્ગ પર વાહનવ્યવહાર બાધિત બન્યો હતો.ભાવનગરના પરિવાર ના બે સદસ્યોના મોત ને લઇ પંથકમાં શોક છવાયો હતો.આ બાબતે ધોલેરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન