Woman injured in accident while paragliding video
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • પેરાગ્લાઈડિંગ વખતે મહિલા સાથે થયો અકસ્માત, જુઓ video

પેરાગ્લાઈડિંગ વખતે મહિલા સાથે થયો અકસ્માત, જુઓ video

 | 8:54 pm IST

ગુજરાતમાં સમુદ્રીય સુંદરતા અને બિચ માટે પ્રખ્યાત પર્યટન સ્થળ દિવમાં પેરાગ્લાઈડિંગ વખતે અકસ્માત સર્જાયો છે. પેરાગ્લાઈડિંગ વખતે અકસ્માત સર્જાતા મહિલા ઘાયલ થઈ છે. ભારે પવનના કારણે પેરાશૂટનું દોરડું તુટી જતા મહિલા નીચે પટકાઈ હતી. દિવમાં જીપ સાથે દોરડું બાંધીને પેરાગ્લાઈડિંગ કરાવાય છે. દીવમાં ઘોઘલા બીચ પર ગેરકાયદેસર રીતે પેરાગ્લાઈડિંગ કરાવાય છે. ચોમાસાની ઋતુમાં મનાઈ હોવા છતા દરિયા કિનારે પેરાગ્લાઈડિંગ કરાવાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહિલાને પેરાગ્લાઈડિંગ કરવામાં આવી રહી છે. દોરડુ તુટતા મહિલા નીચે પટકાય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કેવી રીતે મહિલા નીચે પટકાઈ છે. પરંતુ અહીં સવાલ એ છે કે મનાઈ હુકમ હોવા છતા લોકો કેવી રીતે પેરાગ્લાઈડિંગ કરાવી શકે છે. શું તંત્ર મામલે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠુ છે.