13 જુલાઈએ દેખાશે આંશિક સૂર્ય ગ્રહણ, ગર્ભવતી મહિલાઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું - Sandesh
  • Home
  • Astrology
  • 13 જુલાઈએ દેખાશે આંશિક સૂર્ય ગ્રહણ, ગર્ભવતી મહિલાઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

13 જુલાઈએ દેખાશે આંશિક સૂર્ય ગ્રહણ, ગર્ભવતી મહિલાઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

 | 2:27 pm IST

છ દિવસ પછી 13 જુલાઈ 2018ના રોજ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ દેખાશે. ગ્રહણ ઉપર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ હોય છે, જે માતા અને બાળક બન્નેને નુકસાન પહોંચાડી શકે છે. આથી 13 જુલાઈ 2018ના રોજ થનારા આંશિક સૂર્ય ગ્રહણ પર ગર્ભવતી મહિલાઓને કેટલીક વાતોના ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.આ આંશિક સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાશે. આ પહેલા 16 ફેબ્રુઆરીના રોજ આંશિક સૂર્ય ગ્રહણ દેખાયું હતું. ત્રીજું સૂર્ય ગ્રહણ 11 ઓગસ્ટ 2018ના રોજ દેખાશે તેવી શક્યતા છે.

કહેવાય છે કે, આ ગ્રહણનો ભારતમાં પ્રભાવ હશે નહી, તેમ છતાંય ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. પુરાણોમાં લખવામાં આવ્યું છે કે, જ્યારે પણ આવી ખગોળીય ઘટના ઘટે છે ત્યારે ઘણી બધી ઉર્જા વેડફાઈ જાય છે. આ દરમ્યાન નકારાત્મક શક્તિઓ પ્રબળ હોય છે, જે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. આ દરમ્યાન ગર્ભપાતની સમસ્યા વધી જાય છે.

આ દિવસે મહિલાએ સૂર્યગ્રહણ જોવું જોઇએ નહીં. સૂર્ય ગ્રહણના સમયે જો ગર્ભવતી મહિલા જમે છે તો તો ખોરાક ઉપર પણ ગ્રહણ લાગી જાય છે. જોકે, ડૉક્ટર્સ આ ધારણાને સાચી માનતા નથી.

ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને કોઈપણ ધારદાર કાતર અથવા છરીને અડવું જોઇએ નહીં. કપડાને સિલાઇ કરવી જોઇએ નહીં. તેની પાછળ એવી માન્યતા છે કે, આમ કરવાથી ગર્ભમાં રહેલા બાળકનું અંગ કપાઈ જાય છે અથવા તો જોડાઈ જાય છે.

એવું પણ માનવામાં આવે છે કે, સૂર્ય ગ્રહણ જોવાથી બાળક વિકલાંગ પણ થઈ શકે છે. એટલે ગર્ભવતી મહિલાઓને ગ્રહણ જોવાની મનાઈ હોય છે.