An American man bought a mother-child sketch from an artwork cell
  • Home
  • Top News
  • બાપ રે! આ વ્યક્તિએ 2100 રૂપિયામાં ખરીદેલી વસ્તુ 368 કરોડની નિકળી

બાપ રે! આ વ્યક્તિએ 2100 રૂપિયામાં ખરીદેલી વસ્તુ 368 કરોડની નિકળી

 | 7:15 pm IST
  • Share

  • Albrecht Dürer એક જર્મન ચિત્રકાર છે
  • તેઓ લિયોનાર્દો ધ વિંચીના સમ્પર્કમાં હતા

 

એક અમેરિકન વ્યક્તિએ માત્ર 2100 રૂપિયામાં એક આર્ટવર્ક ખરીદીને ઘરે લાવ્યો. પરંતુ જ્યારે તેને આ આર્ટવર્કની વાસ્તવિક કિંમત ખબર પડી ત્યારે તેના હોશ ઉડી ગયા. તે વ્યક્તિ પળવારમાં અબજોપતિ બની ગયો. ખરેખર, સ્કેચ તેની કિંમત કરતા વધુ કિંમતી નિકળ્યો.

એક અહેવાલ મુજબ, વ્યક્તિએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. તે મેસેચ્યુસેટ્સનો રહેવાસી છે. તેણે તાજેતરમાં જ આર્ટવર્ક સેલમાંથી માતા-બાળકનો સ્કેચ ખરીદ્યો હતો. આ સ્કેચ તેમને પ્રખ્યાત આર્ટવર્કની પ્રતિકૃતિ લાગતું હતું, જે તેમણે માત્ર 2100 રૂપિયા આપીને ખરીદ્યું હતું. જો કે, જ્યારે વ્યક્તિએ આ આર્ટવર્ક ખરીદ્યું, ત્યારે તેને બિલકુલ ખ્યાલ નહોતો કે તે કેટલું કિંમતી છે. તેને એ પણ ખબર ન હતી કે તે ઘણી સદીઓ જૂનુ છે અને સંપૂર્ણપણે ઓરિજનલ છે.

પળવારમાં બની ગયો અબજોપતિ

વાસ્તવમાં પીળા રંગના લેનિન કપડા પર બનેલો આ સ્કેચ 15મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. તે વિશ્વ વિખ્યાત મોનોગ્રામ Albrecht Dürer દ્વારા બનાવવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, આ પુનર્જાગરણ યુગના એક જર્મન કલાકારનું ઓરિજનલ આર્ટવર્ક છે, જેને એક અમેરિકન વ્યક્તિએ 2100 રૂપિયામાં ખરીદ્યું હતું. આ આર્ટવર્કનો અભ્યાસ કર્યા બાદ તેની કિંમત 368 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આ સ્કેચ જોઈને આર્ટવર્ક નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે આખરે તે વ્યક્તિને આ સ્કેચ આટલી ઓછી કિંમતે કેવી રીતે મળી ગયો અને જેણે તેને વેચ્યો તે પણ તેનાથી અજાણ હતા. આ સ્કેચ અગાઉ 2016 માં મેસેચ્યુસેટ્સમાં સ્વર્ગસ્થ આર્કિટેક્ટ જીન-પોલ કાર્લહિયનના પરિવાર દ્વારા વેચવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો