પાકિસ્તાનીઓને મારનાર વીડિયો ગેમ થઈ સુપર-ડુપર હિટ, વીડિયો થયો વાયરલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • પાકિસ્તાનીઓને મારનાર વીડિયો ગેમ થઈ સુપર-ડુપર હિટ, વીડિયો થયો વાયરલ

પાકિસ્તાનીઓને મારનાર વીડિયો ગેમ થઈ સુપર-ડુપર હિટ, વીડિયો થયો વાયરલ

 | 8:34 pm IST
  • Share

બાંગ્લાદેશમાં આજકાલ એક વીડિયો ગેમ ખુબ જ લોકપ્રિય થઈ રહી છે. આ વર્ચ્યુઅલ ગેમમાં બાંગ્લાદેશી પાકિસ્તાનીઓને મારી રહ્યાં છે. ‘હિરોજ ઓફ 71 રિટેલિએશન’ નામની આ વીડિયોને અત્યાર સુધી 40 લાખ વાર ડાઉનલોર્ડ કરવામાં આવી છે. 25 લાખ ડાઉનલોડિંગ તો બાંગ્લાદેશથી બહાર જ થઈ છે.

આ એન્ડ્રોઈડ ગેમને ‘સારા vs ખરાબ’, ‘શક્તિશાળી vs કમજોર’ની લડાઈ ના સમજવી જોઈએ, આ તો માત્ર બાંગ્લાદેશીઓની દેશભક્તિ અને ગુસ્સો છે જે પાકિસ્તાનીઓ પર કાઢી રહ્યાં છે. જણાવી દઈએ કે, 1971 યુદ્ધ સમયે હાલના પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાન અને બાંગ્લાદેશને પૂર્વી પાકિસ્તાન કહેવામાં આવતું હતું. પાછળથી ભારતની મદદથી પૂર્વી પાકિસ્તાન બાંગ્લાદેશના રૂપમાં એક આઝાદ દેશ બન્યો હતો.

આ વીડિયો ગેમ પણ અસલી યુદ્ધની જેમ જ ખુબ જ ખુન-ખરાબાવાળી છે. બાંગ્લાદેશ 1971ની લડાઈમાં ત્રીસ લાખ બાંગ્લાદેશીઓએ જીવ ગુમાવ્યો હોવાનું દાવો કરે છે. આ વીડિયો ગેમને ઉદેશ્ય પણ સ્પષ્ટ છે. જેટલા વધારે દુશ્મન તમે મારશો, તે પાકિસ્તાનીઓને મારવા સમાન હશે. જેટલા વધારે મારશો, તેટલો તમારો સ્કોર ઉપર જશે.

વીડિયો ગેમમાં એક ઝૂપડી પાછળથી 5 દુશ્મન બહાર આવે છે. તેમની પર એક-એક નિશાનો લગાવવા માટે બે બાંગ્લાદેશી સ્વતંત્રતા સેનાની તૈયાર છે. જેવા જ ગેમમાં તેમને મારવામાં આવશે, તમને 5 અંક મળી જશે. ગેમમાં તમને એક ગ્રેનેડ વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ ગેમ બનાવનાર Portbliss કંપનીએ જણાવ્યું હતું કે, આ ગેમમાં બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈનું પુરી રીતે ચિત્રણ કરવામાં આવ્યું નથી. ગેમ બનાવ્યા પહેલા ઢાકામાં નેશનલ લિબરેશન વોર મ્યૂઝિયમની મુલાકાત લેવામાં આવી હતી અને ગેમની સ્ટોરી લાઈનમાં તેને નાખવામાં આવી છે. 1971ના યુદ્ધમાં સામેલ લોકોની વાતોના આધાર પર આ ગેમને તૈયાર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન