An Ethiopian Airlines Boeing 737 Goes Missing with 157 People
  • Home
  • Featured
  • ઇથોપિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ, પ્લેનમાં સવાર તમામ 157 લોકોના મોત

ઇથોપિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ, પ્લેનમાં સવાર તમામ 157 લોકોના મોત

 | 3:25 pm IST

ઇથોપિયામાં રવિવારે મુસાફરોથી ભરેલું યાત્રી વિમાન ક્રેશ થઇ ગયું છે. અથિપિયાની રાજધાની અડિસ અબાબાથ રવિવારે રવાના થયા બાદ થોડાક જ સમયમાં ઇથિપિયન એરલાયન્સનું બોઇંગ 737-800 મેક્સ વિમાન ક્રેશ થઇ ગયું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ વિમાનમાં 149 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર સાથે મુસાફરી શરૂ કરી હતી.

જાણવા મળી રહ્યું છે કે આ વિમાને એડિસ અબાબાના એરપોર્ટથી નૈરોબી જવા માટે 08.38 માટે રવાના થયું હતું. આ વિમાન સાથે 08.44 વાગે સંપર્ક ટૂટી ગયો હતો. ત્યારબાદથી આ વિમાન વિશે માહિતી મળી હતી કે વિમાન ક્રેશ થઇ ગયું છે. ઇથોપિયાની રાજધાની અદિસ અબાબાથી કેન્યાની રાજધાની તરફ જઇ રહેલી ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ ક્રશ થઇ છે. આ ફ્લાઇટમાં 149 મુસાફરો ઉપરાંત 8 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

ઇથોપિયન એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું કે, આ ઘટના સવારે 8:44 કલાકે બની હતી. ઇથોપિયાના વડાપ્રધાને પણ આ ધટનનાને લઇને વડાપ્રધાન ઓફિસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. બીજી તરફ રોઇટર્સે એક અધિકારીનો હવાલો ટાંકીને જણાવ્યું કે, અકસ્માતમાં કોઇ પણ મુસાફરની બચવાની શક્યતાઓ નહીવત્ત છે. 149 યાત્રી અને 8 ક્રુમેમ્બર સહિત તમામ 157 લોકોનાં મોત નિપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન