An indefinite curfew has been imposed in Surat from tonight as the transition to Corona Virus is on the rise
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત, વડોદરા અને રાજકોટમાં અચોક્કસ મુદતનું રાત્રિ કરફ્યૂ લાગુ, ‘ભૂલથી પણ બહાર ના નીકળતા’

સુરત, વડોદરા અને રાજકોટમાં અચોક્કસ મુદતનું રાત્રિ કરફ્યૂ લાગુ, ‘ભૂલથી પણ બહાર ના નીકળતા’

 | 8:44 pm IST
  • Share

દિવાળી (Diwali-2020)ના તહેવારોમાં થયેલી ભીડને કારણે વધેલા કોરોના સંક્રમણ (Corona transition)ને પગલે સુરત, વડોદરા અને રાજકોટમાં આજ રાત્રિથી કરફ્યૂ (Night curfew in Surat) લાદી દેવામાં આવ્યું છે. તે સંજોગોમાં લોકો તેનું સ્વેચ્છાએ પાલન કરે તે માટે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે (Police Commissioner Ajay Tomar) લોકોને અપીલ કરી છે. જો કારણ વિના કરફ્યૂ દરમિયાન લોકો બહાર નીકળશે તેઓ શિક્ષાત્મક કાર્યવાહી માટે તૈયાર રહે તેમ અજય તોમરે સ્પષ્ટ જણાવ્યું હતું.

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ ચાલી રહ્યું છે. આજે અમદાવાદ કોર્પોરેશન 354, સુરત કોર્પોરેશન 211, વડોદરા કોર્પોરેશન 125, રાજકોટ કોર્પોરેશન 89 કેસ સામે આવ્યા છે ત્યાં જ અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીએ દમ તોડ્યો છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1515 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1515 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,95,917એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે.

પ્રજાજોગ સંબોધન કરતાં અજય તોમરે જણાવ્યું હતું કે, સુરત શહેરની પ્રજા પાસેથી તેઓ શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા સુરત સહિતના મોટાં શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ચાલુ વર્ષમાં કોરોનાને કારણે સુરતમાં કરફ્યૂ લાગ્યો હોય તેવો આ બીજા તબક્કો છે. કોરોના સંક્રમણ વધતું અટકાવવું હોય તે માટે જરૂરી છે કે આપણે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે માસ્ક પહેરીએ.

શનિવારથી રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી અચોક્કસ મુદત માટે કરફયૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે સુરતીઓ તેનું પાલન કરવા અપીલ કરી હતી. કારણ વિના કોઇએ પણ કરફ્યૂના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું રહેશે નહિ. ખાસ કરીને યુવાનોને તેનું પાલન કરવા જણાવ્યું હતું. સોસાયટીના નાકે તો ઠીક, પરંતુ ગલી-મહોલ્લામાં કે ઘરની નીચે પણ કોઇએ ગપ્પા મારવા બેસવાનું નથી. કરફ્યૂના સમયગાળા દરમિયાન બધા પોતાના ઘરમાં રહેવાનું છે. દુકાનો, લારી-ગલ્લા પણ બંધા રાખવાના છે. માત્ર એસેન્શિયલ સર્વિસ જેવી કે મેડિકલ, દવાખાના, દૂધ સહિતની એજન્સીઓ જ ચાલુ રાખી શકાશે.

ઇમરજન્સી સર્વિસ સાથે જોડાયેલી વ્યક્તિઓ જેમકે પોલીસ, દવાખાનું, ફાયર, હોમગાર્ડ, અખબાર, ન્યુઝ ચેનલ, સી.એન.સી., પી.એન.જી., વોટર સપ્લાય, પેટ્રોલિયમ, ટેલિકોમ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, એમ્બ્યુલન્સ, એવા સરકારી કે પ્રાઇવેટ કર્મચારીઓ કે જેઓ ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા હોય તેમણે જ બહાર નીકળવાનું રહેશે. બીજી કોઇ ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલી વ્યક્તિઓ તથા સંસ્થાઓએ મંજૂરી મેળવવાની રહેશે. ઇમરજન્સી સંજોગોમાં જ સામાન્ય વ્યક્તિ બહાર નીકળી શકશે. કારણ વિના બહાર નીકળતી વ્યક્તિઓએ પોલીસના શિક્ષાત્મક પગલા માટે તૈયાર રહેવું પડશે. પોલીસ રાત્રિ કરફ્યૂનું પ્રભાવશાળી રીતે અમલ કરાવશે. કોઇ પણ પ્રકારની બિનજરૂરી અવરજવર સાંખી લેવાશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન