An Indian man has been abducted at gunpoint in Kabul, Afghanistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કાબુલમાં બંદુકની અણીએ ભારતીય નાગરિકનું અપહરણ, ભારતના વિદેશ મંત્રાલયનો કરાયો સંપર્ક

કાબુલમાં બંદુકની અણીએ ભારતીય નાગરિકનું અપહરણ, ભારતના વિદેશ મંત્રાલયનો કરાયો સંપર્ક

 | 11:28 am IST
  • Share

  • અફઘાનિસ્તાનમાં ભારતીય નાગરિકનું અપહરણ
  • ભારતના વિદેશ મંત્રાલય સાથે સંપર્ક સાધવામાં આવ્યો
  • બંદુકની અણીએ અપહરણ કરનારા તાલિબાની

અફઘાનિસ્તાનમાં સત્તા પર આવેલ તાલિબાને ભલે કહ્યું હોય કે તે કોઇ સાથે બદલો નહી લે, પરંતુ એવું હકીકતમાં નથી. તાલિબાન તેવા દરેક વ્યક્તિને શોધીને તેમની સાથે બદલો લઇ રહ્યું છે જે પહેલા અફઘાનિસ્તાન સરકારની સાથે હતા.

કાબુલના અફઘાન મૂળના એક ભારતીય નાગરિકનું ધોળા દાડે અપહરણ કરવામાં આવ્યું. માનવામાં આવી રહ્યું છે કે, બંદુકની અણીએ અપહરણ કરનારાઓ તાલિબાની જ હતા. આ ઘટના બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અફઘાન મૂળના ભારતીય નાગરિક બંસરી લાલ અરેન્દે કાબુલમાં વેપાર કરે છે. તે ફાર્માસ્યુટિકલ ઉત્પાદોના વેપારી છે. સોમવારે લગભગ 8 વાગ્યે કેટલાક લોકો તેમને બંદુકની અણીએ તેમનું અને તેમના સાથીઓનું અપહરણ કરી ગયા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઇ છે. એવી પણ જાણકારી મળી રહી છે કે, બસંરી લાલ અરેન્દેના તમામ સાથી ભાગવામાં સફળ થઇ ગયા હતા.

વિદેશ મંત્રાલય પાસે હસ્તક્ષેપની માંગ

ઇન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીત સિંહ ચંડોકે જણાવ્યું તે, તેમને અફઘાનિસ્તાનમાં હિંદુ-સિખ સમુદાય પાસેથી અપહરણની જાણકારી મળી છે. તેના પછી તેમને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કર્યો છે અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન