An Indian-Origin Pharmacist has Admitted $4 Million Tax Fraud
  • Home
  • Featured
  • અમેરિકામાં ભારતીય મૂળના રહેવાસીએ 40 લાખ ડોલરના ટેક્સ ચોરીનો ગુનો કબુલ્યો

અમેરિકામાં ભારતીય મૂળના રહેવાસીએ 40 લાખ ડોલરના ટેક્સ ચોરીનો ગુનો કબુલ્યો

 | 5:16 pm IST

ભારતીય મૂળના અને ન્યૂજર્સીના રહેવાસી એક ફાર્માસિસ્ટે લગભગ 40 લાખ ડોલરના કર ચોરીના મામલે પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે અને આ મામલે તેને લગભગ પાંચ વર્ષની જેલની સજા થઇ શકે છે. આ મામલે વધુ માહિતી આપતા સંઘીય અભિયોજક જણાવે છે કે ન્યૂડજર્સીના રહેવાસી અજય બર્થવાલને યૂએસ ડિસ્ટ્રિક્ટ જજ વિલયમ માર્ટિન સામે નેવાર્ક સંઘીય અદાલતમાં પોતાના અપરાધનો સ્વીકાર કર્યો છે.

આ ભારતીય મૂળના ફર્માસિસ્ટ પર રાજ્યના ઓલ્ડ બ્રિજ શહેરમાં વર્ષ 2009 અને 2011માં એક ખુદરા ફાર્માસી દ્વારા મેળવવામાં આવેલા ટેક્સની ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે જુલાઇમાં સુનાવણી કરવામાં આવશે.

આ મામલાને લઇને બર્થવાલને જો અપરાધી તરીકે સાબીત થશે તો પાંચ વર્ષની જેલ થઇ શકે છે અને તેના પર અઢી લાખ ડોલરનો દંડ પર લાગી શકે છે. આ મામલે અદાલતમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજના આધારે બર્થવાલ અને તેમની પત્ની ખુદરા ફાર્મસીમાં 50:50ની ભાગેદારી છે.