An statue of lord Ganesha which is being increase day-by-day
  • Home
  • Astrology
  • ગણેશજીની એક એવી પ્રતિમા જે દરરોજ વધી રહી છે, તમે પણ કરો દર્શન

ગણેશજીની એક એવી પ્રતિમા જે દરરોજ વધી રહી છે, તમે પણ કરો દર્શન

 | 11:17 am IST

જબલપુર રતનનગરનું સુપ્તેશ્વર ગણેશ મંદિર એક અદ્ભુત મંદિર છે. આ મંદિર એક વિશાળ પહાડ પર આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે, મંદિરમાં આવેલી પ્રતિમાની લંબાઈ સતત વધી રહી છે. પણ હાલ એ જગ્યા લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, છેલ્લા 28 વર્ષમાં પ્રતિમાની સાઇઝ 5 ફુટથી પણ વધારે વધી છે. જ્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે તેની સાઈઝ 20 ફુટ હતી જે છેલ્લા 28 વર્ષમાં વધીને 25 ફુટ થઈ ગઈ છે. તેમજ તેની પહોળાઈ 120 ફુટ જેટલી થઈ ગઈ છે.

લોકોનું કહેવું છે કે, 1989માં એક સ્થાનિક વ્યક્તિના સપનામાં ભગવાને આવીને કહ્યું હતું કે, તેઓ રતનનગરની પહાડી પર વિરાજમાન છે. તે પર્વતને તોડવામાં ન આવે અને મારી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે. લોકોએ જ્યારે ત્યાં જઇને જોયું તો ખરેખર ત્યાં ભગવાનની આકૃતિ મળી આવી હતી. તે પછી ધામધૂમથી પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી ભગવાન ગણેશની આ પ્રતિમા સ્વયં-ભૂ છે.

વિશાળ પર્વત પર એક ગુફા આવેલી છે. એવું માનવામાં આવે છે કે, આ ગુફામાંથી જ ગણેશ ભગવાન પ્રગટ્યા હતા. અહીંના લોકો ભગવાનને કાલ્કિના 10મો અવતાર માને છે. દૂર-દૂરથી લોકો અહીં તેમના દર્શન કરવા આવે છે અને ભગવાનના ચમત્કાર જુએ છે. જેમ-જેમ આ આકૃતિ વધી રહી છે, તેમ-તેમ વિશાળ શિલામાં નેત્ર, સૂંઢ અને કાનની આકૃતિ મોટી થઈ રહી છે. અહીં બપ્પાની નાની પ્રતિમા પણ આવેલી છે. મંદિર પરિસરમા દિવસ અને રાત્રિ દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળે છે. શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી બપ્પાની પૂજા અને આરતીમાં ભાગ લે છે.