વેટરન એક્ટ્રેસ સુમિતા સન્યાલનું 71 વર્ષની ઉંમરે નિધન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • વેટરન એક્ટ્રેસ સુમિતા સન્યાલનું 71 વર્ષની ઉંમરે નિધન

વેટરન એક્ટ્રેસ સુમિતા સન્યાલનું 71 વર્ષની ઉંમરે નિધન

 | 6:47 pm IST

હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ’માં અમિતાભ બચ્ચનની હીરોઇન રહી ચૂકેલી સુમિતા સન્યાલનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનેત્રીએ ઘણી બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ બોલિવુડની કરિયરની વાત કરીએ તો સુમિતા સન્યાલ 1968માં ‘આર્શીવાદ’માં સંજીવ કુમાર સાથે ચમકી હતી. ત્યારબાદ દિલીપ કુમારની ‘સગીના મહાતો’, ‘ગુડ્ડી’, ‘આનંદ’ (અમિતાભ બચ્ચન સાથે) અને ‘મેરે અપને’માં કામ કર્યું હતું. જોકે બંગાળીમાં તેમણે 40થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

સુમિતાએ ફિલ્મ દિગ્દર્શક સુબોધ રોય સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે.
સુમિતા સન્યાલનો જન્મ દાર્જિલિંમાં ગિરિજા સન્યાલને ત્યાં થયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ દિગ્દર્શક બિભૂતદિ લાલે તેમની ફિલ્મ ખોખાબાબુર પ્રત્યાબર્તન માટે તેમનું નામ સુચોરિતા રાખ્યું હતું. ત્યાર બાદ દિગ્દર્શક કનક મુખોપાધ્યાયે નામ નાનું કર્યું અને સુમિતા રાખવાનો નિર્ણય લીધો.

સુમિતાએ ફિલ્મો ઉપરાંત ટેલિવિઝન, પ્રોફેશનલ સ્ટેજ અને ગ્રુપ થિયેટરમાં પણ કામ કર્યું હતું. એ સાથે તેઓ એક્ટ્રેસ રંગ સભા સાથે સંકળાયેલા હતાં.