Anand-Burning-car-cctv-driver-died-as-car-catches-fire
  • Home
  • Videos
  • સાઉથના ફિલ્મની જેમ આણંદમાં સર્જાયો ફિલ્મી સ્ટંટ, કાર ઉછળીને ઊંઘી વળી, જુઓ Video

સાઉથના ફિલ્મની જેમ આણંદમાં સર્જાયો ફિલ્મી સ્ટંટ, કાર ઉછળીને ઊંઘી વળી, જુઓ Video

 | 10:19 am IST

રાજ્યોમાં વધતા અકસ્માતો વચ્ચે આણંદમાં મોડી સાંજે એક ગમખ્વાર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. ગત શુક્રવારે કરમસદ સ્થિત સરદાર પટેલ ઓવરબ્રિજ પાસે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ બનાવમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી જવાથી એક વેપારી ભડથું થઈ ગયો હતો. સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે સ્પિડમાં આવી રહેલી કાર અચાનક ડિવાઇડર સાથે અથડાય છે અને ઉછળીને રોડ પર પડે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કારમાં આગ લાગે છે. આગ લાગ્યા બાદ લોકો ઘટનાસ્થળે એકઠા થઈ જાય છે. સીસીટીવી ફૂટેજ પ્રમાણે આ અકસ્માત રાત્રે 10.28 વાગ્યે બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન