Anand Khabhat In 19 year old married woman molestation case
  • Home
  • Featured
  • આણંદમાં 19 વર્ષીય પરિણીતા પર યુવક અને તેના કાકાએ જબરજસ્તીથી શરીર સુખ માણ્યું, 4 દિવસ સુધી તો….

આણંદમાં 19 વર્ષીય પરિણીતા પર યુવક અને તેના કાકાએ જબરજસ્તીથી શરીર સુખ માણ્યું, 4 દિવસ સુધી તો….

 | 7:12 pm IST

ખંભાતમાં પરિણીતા સાથે શખ્સે દુષ્કર્મ આચરતા ખંભાત શહેર પોલીસે દુષ્કર્મ આચરનારો શખ્સ તેમજ તેને ભગાડવામાં મદદ કરનારા તેના કાકા વિરૂદ્ધ અપહરણ અને દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખંભાત ખાતે રહેતી એક યુવાન પરિણીતાને તેણીના કાકાની મદદથી જ બાજુમાં જ રહેતો શખ્સ દ્વારા અપહરણ કરી ભગાડી જઈ વડોદરાની એક હોટલમાં ચાર દિવસ સુધી ગોંધી રાખીને તેણી ઉપર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ખંભાતના કંસારી તાબે કાળી તલાવડી ખાતે રહેતી પરિણીતાના લગ્ન બે વર્ષ પહેલા કાલુ કઠાણા ગામે કરવામાં આવ્યા હતા. પરિવારમાં એક સંતાનને જન્મ આપ્યા બાદ તેણી પીયરમાં જ રહેતી હતી. દરમ્યાન બાજુમાં રહેતો અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો વિપુલભાઈ ચીમનભાઈ પરમાર તેણીના ઘરે આવ-જા કરતો હોવાથી અને તેણીના પિતાના ધક્કાફેરા ખાતો હોય પરિચયમાં આવ્યો હતો.

દરમ્યાન ગત ચોથી તારીખના રોજ સવારના 11 કલાકે તેણીને ફોન કરીને શંખવા રોડ ઉપર બોલાવતા પરિણીતા ત્યાં ગઈ હતી, જ્યાં વિપુલ અને પરિણીતાના કાકા પ્રવિણ ઉર્ફે લાલો જેસંગભાઈ પરમાર હાજર હતા. પરિણીતાને પોતાની રીક્ષામાં બેસી ગઈ હતી. રીક્ષા ચુવા ગામના રેલ્વે સ્ટેશને લઈ જવામાં આવી હતી. જ્યાંથી પ્રવિણ ઉર્ફે લાલો રીક્ષા લઈને જતો રહ્યો હતો અને બન્ને જણાં ચુવા રેલ્વે સ્ટેશન રહ્યા હતા. જ્યાં વિપુલે પરિણીતા સાથે જબરજસ્તીથી શરીર સુખ માણ્યું હતું.

બીજા અન્ય ત્રણ દિવસો વડોદરાની ત્યાં એક હોટલમાં રહ્યા હતા. જ્યાં વિપુલે તેણીનો મોબાઈલ ફોન લઈ લીધો હતો અને ચારેક દિવસ સુધી તેણીને ત્યાં જ ગોંધી રાખીને તેની મરજી વિરૂદ્ઘ જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. આ અંગે પરિણીતાએ પોતાના ઘરે જઈને માતાને સઘળી વાત કરી હતી. ત્યારબાદ પરિણીતા ખંભાત શહેર પોલીસ મથકે આવી હતી અને પોતાની ફરિયાદ આપતાં પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ પોલીસે મદદગારી કરનાર સહ આરોપી કાકાને પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી વિપુલ પરમારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન