anand mahindra inspired from two garbage collectors brothers
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કચરો વીણતા બે ભાઇઓએ એવુ સોન્ગ ગાયુ, બિઝનેસમેન આનંદ મહિંદ્રાએ કર્યા વખાણ, Video

કચરો વીણતા બે ભાઇઓએ એવુ સોન્ગ ગાયુ, બિઝનેસમેન આનંદ મહિંદ્રાએ કર્યા વખાણ, Video

 | 5:31 pm IST
  • Share

દિગ્ગજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. તેમને કોઇની પોસ્ટ સારી દેખાય તો તેઓ જરૂર શેર કરે છે અને કોઇની કળાને પારખીને તેની પ્રશંસા કરવાનું પણ ચુકતા નથી. એવુ કહેવાય છે કે કળા ક્યારેય જોઇને આવતી નથી એતો કુદરતી રીતે જ આવે છે.

આવો જ એક કિસ્સો હમણા સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો સામાન્ય કચરો વિણતા બે ભાઇઓ પોતાના અવાજના જાદૂથી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે ન કોઇ ટ્રેનિંગ કે ન કોઇ પ્રેક્ટીસ બસ કુદરતે આપેલ આ ભેટ ખરેખર શાનદાર છે.

આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ જ્યારે આ બંને ભાઇઓની કળાને પારખી ત્યારે માત્ર પ્રોત્સાહિત ન કરતા કહ્યુ કે આ બંને ભાઇઓને સંગીતનું શિક્ષણ અપાવીશ. તાલીમ લઇને તેમને મોટા કલાકાર બનાવીશ.

જો કે હજુ આ ભાઇઓની કળા થોડી કાચી છે. જો કે થોડો સપોર્ટ મળશે અને ટ્રેનીંગ મળશે આ બંને ભાઇઓ કુદરતની આ ભેટને આગળ વધારી શકશે. આગળ તેમણે કહ્યુ કે જો કોઇ દિલ્હીમાં સારા સંગીત શિક્ષક કે વોઇસ કોચ કોઇના ધ્યાનમાં હોય તો જરૂર મારો સંપર્ક કરાવજો. કેમકે આ બંને ભાઇઓ આખો દિવસ મહેનતનું કામ કરે છે તેમની કળાને જરૂરથી ઘાટ મળવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન