mahindra shows interest in a climbing arecanut tree made by farmer
  • Home
  • Business
  • ખેડૂતની ‘બાઇક’ આનંદ મહિન્દ્રાને ગમી, આપી જબ્બર ઓફર

ખેડૂતની ‘બાઇક’ આનંદ મહિન્દ્રાને ગમી, આપી જબ્બર ઓફર

 | 1:35 pm IST

કર્નાટકના ખેડૂત ગણપતિની વૃક્ષ પર ચઢનારી અનોખી બાઇક ઘણી પ્રખ્યાત થઇ છે. આ બાઇક દ્વારા લગભગ એક લિટર પેટ્રોલમાં સોપારી અને નારિયેળના 80 વૃક્ષો પર સરળતાથી ચઢી શકાય છે. હવે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ ખાસ પ્રકારના બાઈકમાં રસ દાખવ્યો છે. તેમણે ટ્વિટ કરી આ નવી શોધના વખાણ કર્યા છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, ‘આ કેટલી કુલ છે? આ ઉપકરણ અસરકારક છે અને તે તેનું કામ કરે છે. તેમજ તેને શ્રેષ્ઠ રીતે
ડિઝાઇન કરવામાં આવી છે. તેનું વજન ઓછું છે. સાથે જ તેમણે ટ્વિટમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડમાં ફોર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડેન્ટ રાજેશ જેજૂરિકરને જણાવ્યું કે તમારી ટીમ આ ઉપકરણની નજીકથી તપાસ કરે. અને જુઓ કે શું આપણે મિસ્ટર ભટ્ટના આ ઉપકરણને આપણાં ફોર્મ સોલ્યુશન પોર્ટફોલિયો હેઠળ વેચાણ કરી શકીએ છીએ?

આ રીતે ઓપન પ્લેટફોર્મ પર તેમની ટીમને આ બાઇકની માર્કેટિંગ માટે સૂચન આપવા પર એક ટ્વિટર યુઝરે મહિન્દ્રાથી પૂછ્યું કે આમ કરવાથી બીજી પ્રતિસ્પર્ધી કંપનીઓ તેમનાથી પહેલા ગણપતિ સાથે સંપર્ક કરી શકે છે. આ જવાબ પર આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે જેટલા વધુ લોકો ગણપતિ સુધી પહોંચશે, તેટલી વધુ સારી ડીલ તેમને મળશે. તેમના જેવા બીજા નાના સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન