Business: anand mahindra tweet on caption of right answer will get car
  • Home
  • Business
  • આનંદ મહિન્દ્રાએ ફોટો શેર કરી કહ્યું – જોરદાર કેપ્શન જણાવો અને કાર જીતો

આનંદ મહિન્દ્રાએ ફોટો શેર કરી કહ્યું – જોરદાર કેપ્શન જણાવો અને કાર જીતો

 | 12:00 pm IST

આનંદ મહિન્દ્રા પોતાની ટ્વિટને લઈ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. જેમાં તેમણે હવે ટ્વિટર પર કેપ્શન કોમ્પિટિશન માટે એક ફોટો શેર કર્યો હતો. તે ફોટોમાં એક બસની ઉપર એક અન્ય હેડલાઈટ છે અને તેની ઉપર વ્હીલ્સ પણ છે. આને જોવાથી એવું લાગે છે કે, બસની ઉપર એક બીજી ઊંધી બસ છે.

આ બસનો ફોટો શેર કરી તેમણે લખ્યું કે, કેટલાક સમયથી મે કેપ્શન કોમ્પિટિશન કર્યું નથી. કેપ્શન માટે આ પરફેક્ટ પિક્ચર છે. કેપ્શન ઈંગ્લિશ, હિંદી અથવા હિંગ્લીશમાં પણ આપી શકો છો.

પિક્ચર પોસ્ટ થયાના એક જ કલાકની અંદર જ આ ફોટો પર બે હજારથી વધુ કોમેન્ટ અને હજારો લાઈક્સ આવી ગયા હતા. મહિન્દ્રાના તમામ ફેન આ ફોટો જોઈ પોતાની ક્રિએટિવિટી દેખાડી રહ્યાં છે, અને મજાકીયા તથા ક્રિએટિવ કોમેન્ટ્સ આપી રહ્યા છે.

આ ફોટા પર કોંગ્રેસ નેતા અખિલેશ સિંહે પણ કોમેન્ટ કર્યું છે. ઉલ્લેખનિય છે કે જો તમે આ ફોટા પર કેપ્શન આપી શકો છો તો તમારા માટે કાર તૈયાર છે. પણ બુધવાર સવારે 10 વાગ્યા સુધી કોમેન્ટ કરવાની હતી.

આ વીડિયો પણ જુઓ – દોસ્તીનો મંત્ર, દંગ નાપાક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન