આપ એ સુરતમાં લગાવ્યા પોસ્ટર: 'આમ આદમીના ડરથી આનંદીબેન ઘરે' - Sandesh
  • Home
  • Main News
  • આપ એ સુરતમાં લગાવ્યા પોસ્ટર: ‘આમ આદમીના ડરથી આનંદીબેન ઘરે’

આપ એ સુરતમાં લગાવ્યા પોસ્ટર: ‘આમ આદમીના ડરથી આનંદીબેન ઘરે’

 | 3:35 pm IST

આનંદીબેન પટેલે રાજીનામાની વાત કરતાં જ રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા ઓવરબ્રીજ પર આમ આદમી પાર્ટીના લગભગ 10થી 20 જેટલા કાર્યકરોએ પોસ્ટર લગાવી દીધા હતાં. આમ આદમી પાર્ટી (AAP)એ આ પોસ્ટરમાં લખ્યું છે કે ‘આમ આદમીના ડરે, આનંદીબેન ઘરે’. આ પોસ્ટરો પર પાર્ટી નેતા આશુતોષે કહ્યું કે હવે તો આ પોસ્ટર આખા ગુજરાતમાં લાગવાના છે. જેથી કરીને લોકોને ખબર પડે કે ‘આપ’ પાર્ટીથી ડરીને આનંદીબહેન કેવી રીતે ભાગી ગયા? તેમણે કહ્યું કે AAPની લોકપ્રિયતાથી ભાજપાની સ્થિતિ ખરાબ છે. હવે તે એક કઠપૂતળીને હટાવીને બીજી કઠપૂતળીને લાવશે.

આશુતોષે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આનંદીબહેનનુ રાજીનામું ડ્રામા છે. આપની સફળતાના કારણે BJPએ બેનને હટાવ્યા છે. PM મોદીની ટીમમાં કાલારજ મિશ્રા 75 વર્ષના જ છે ને. ખરેખર નિયમ હોય તો મિશ્રાને રીટાયર કરો. માસ્ટરમાઈન્ડ તો બીજુ કોઈ છે, બધા કઠપૂતળી છે. જ્યાં સુધી માસ્ટરમાઈન્ડ નહી બદલાય ત્યાં સુધી આ સંજોગ ચાલુ રહેશે.

આશુતોષે કહ્યું કે દલિતો પર અત્યાચાર થયા તે BJPને ના દેખાયુ, કાર્યવાહી ત્યારે થઈ જ્યારે કેજરીવાલ ઉના આવ્યા હતા. પાટીદારો સામે 438માંથી 391 કેસ પાછા ખેંચાયા તેનો મતલબ શું? કેસ પાછા ખેંચાયા તેની યાદી અને ડિટેલ જાહેર થઈ નથી. ગુજરાતમાં લોકતંત્ર થી. જે પાટીદારોએ BJP સરકારને બનાવી તેના પર અત્યાચાર થયો. લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે, મોડુ થાય તે પહેલા જાગવાની જરૂર છે.