આનંદીબેનના રાજીનામા પછી ‘પપ્પુ’એ કહ્યું: ‘અબ બાલિકાવધુ કા ક્યા હોગા’ - Sandesh
  • Home
  • Gujarat
  • આનંદીબેનના રાજીનામા પછી ‘પપ્પુ’એ કહ્યું: ‘અબ બાલિકાવધુ કા ક્યા હોગા’

આનંદીબેનના રાજીનામા પછી ‘પપ્પુ’એ કહ્યું: ‘અબ બાલિકાવધુ કા ક્યા હોગા’

 | 8:30 pm IST

આંદોલન વખતે ઇન્ટરનેટ બેન માટે જાણીતા આનંદીબેન પટેલે આજે ફેસબુક થકી ભાજપને મુખ્યમંત્રી પદમાંથી મુક્તી આપવા માટે અપિલ કરતી પોસ્ટ મુકી છે. ગુજરાતના મુખ્યમંત્રીની આ પોસ્ટથી સોસિયલ મીડિયા ઉપર #AnandibenPatel સાથે ચર્ચા ચાલી રહી છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર ઉપર બે પ્રકારના વર્ગ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. એક પક્ષ આનંદીબહેનની તરફેણમાં છે તો બીજો વર્ષ વિરૂદ્ધમાં આવી ગયો છે. આ સાથે કેટલાક યુઝર્સે મોકાનો લાભ લઈને હાસ્ય કટાક્ષમાં ટ્વિટ કર્યા હતા.

આનંદીબહેનના તરફેણ કરનારા ટ્વિટર્સ યુઝર્સે તેમના વખાણ કર્યા હતા.
અંકિત સદરિયાએ ટ્વિટ કરી છે કે ‘ નામના યુઝરે આનંદીબેનના રાજીનામાને ભાજપ તરફથી યોગ્ય સમયે હિંમતભર્યું અને યોગ્ય નિર્ણય ગણાવ્યો હતો.’
તો બીજા એક આઝાદ પરિંદે નામના યુઝરે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘નવી પેઢીને તક આપવા માટે સાચા સમયે યોગ્ય નિર્ણય લીધો છે. તેમને સેલ્યુટ.’
આસુતોષ નન્ડા નામના યુઝરે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘દિલ્હીવાસીઓના જેમ ગુજારતી સ્ટુપીડ નથી.’
હાર્દિક આટેકરે ટ્વિટ કર્યું છે કે, ‘આનંદીબેન સીએમ તરીકે બેસ્ટ છો. ’
ગૌરવ કુમારે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આનંદીબેન પટેલ દ્વારા સારો નિર્ણય લેવાયો છે.’

બીજી તરફ આનંદીબેનની વિરૂદ્ધમાં યુઝર્સે ટ્વિટસ કરીને મનની ભડાસ કાઢી હતી

ઇઆમમુસા નામના વ્યક્તિએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ફાયનલી ગુજરાત મોડલ ફેઇલ થયું. ગુજરાત રાજ્યમાં ભાજપ પડી ભાગ્યું છે. આનંદીબેનની પડતીથી રાજ્યમાં ભાજપની અધોગતિ શરૂ થઈ ગઈ છે. હવે યુપીનો વારો છે અને આશા છે કે 2019માં મોદી પણ જાય.’

તો બીજા એક યુઝર કુમાર મનિષે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘દલિત આંદોલન બાદ આનંદીબહેને રાજીનામું આપ્યું છે. રનકેરલારન નામના યુઝર્સે ટ્વિટમાં ગુજરાતના બીજા નંબરના સૌથી ખરાબ મુખ્યમંત્રી ગણાવ્યા હતા. તો જગ્ગુદાદા નામના યુઝર્સે પોતાના ટ્વિટમાં આનંદીબેનને પોલિટિક્સ તડીપારના પીડિત ગણાવ્યા હતા.’

આ ખેંચતાણ વચ્ચે કેટલાક યુઝર્સે આનંદીબહેનના રાજીનામા અંગે ફની ટ્વિટ પણ કરી હતી
કાર્તિકા જૈને ટ્વિટમાં કર્યું હતું કે, ‘પાટીદાર અનામત આંદોલન માટે આનંદીબેન પટેલ કદાચ હાર્દિક પટેલને જોઈન કરી શકે છે.’
તો બીજા યુઝરે જૈનીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘કેજરી કહે છે કે આપની લોકપ્રિયતાના કારણે આનંદીબેને રાજીનામું આપ્યું જેવી રીતે સુષફિકર રહિમ કહે છે કે સચિન રિટાયર્ડ થયા કારણ કે તેઓની લોકપ્રિયાતા વધી રહી છે.’

આઈટી કી બિંદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આનંદીબેનના રાજીનામા બાદ બરખા, અરવિંદ કેજરીવાલ, સાગ્રીકા અને અયુબ ભરતનાટ્યમ કરી રહ્યા છે.’
પરેશ રાવલને ધ્યાનમાં રાખીને પણ કેસવા કુમારે ટ્વિટ કર્યું હતું કે, ‘અખંડ ભક્ત બાબુ ભૈયાઃ હું રોવું કે હશું હું શું કરું?’

ભાવિન પંચાલ નામના યુઝરે તો આનંદિબેનના રાજીનામા ઉપર જોક્સ ટ્વિટ કરી લખ્યું હતું ‘સોનિયાઃ આનંદીબેને રીજાઇન દીયા, પપ્પુઃ અબ બાલિકાવધુ કા ક્યા હોગા!!’