Anant Dave New Acting Chief Justice Of Gujarat High Court
  • Home
  • Ahmedabad
  • HCના એક્ટિંગ ચીફ જસ્ટિસ બન્યા અનંત દવે, આજથી વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર

HCના એક્ટિંગ ચીફ જસ્ટિસ બન્યા અનંત દવે, આજથી વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર

 | 11:34 am IST

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અકિલ કુરેશીની બદલીને આજે રાષ્ટ્રપતિએ સુપ્રીમના ચીફ જસ્ટિસ સાથે ચર્ચા બાદ આખરી મહોર મારી દીધી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટેના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે અનંત એસ દવેની નિમણૂક કરવામાં આવી છે. જસ્ટિસ અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટની બદલીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી વકીલો નારાજ થતા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.

ગુજરાત હાઇકોર્ટમાં બીજા નંબરના સિનિયર જસ્ટિસ અકિલ કુરેશીની સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં બદલીની કરાયેલી ભલામણથી હાઇકોર્ટ બાર એસોસીએશને ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આજથી અનિશ્ચિત મુદત માટે કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ બાર એસોસિએશનને પણ સમર્થન કરવા માટે અપીલ કરાઈ છે.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ બાર એસોસિએશનના રૂમમાં ગુરુવારે મોટાભાગના વકીલ સભ્યોની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં જસ્ટિસ કુરેશી સાથે કોલેજિયમ દ્વારા અન્યાયપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં 3 મુદ્દાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં એવું નોંધ્યું હતું કે, જસ્ટિસ કુરેશીની બદલી કોઇપણ રીતે વાજબી નથી. અને સુવ્યવસ્થિત ન્યાયના પ્રબંધન સાથે તેનો કોઇ સબંધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.