ananya panday latest instagram photo social media troll comment
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનન્યા પાંડેએ ખેતરમાં જઈને એવો કેવો ફોટો પડાવ્યો કે, લોકોએ બે મોઢે લતાડી નાખી!

અનન્યા પાંડેએ ખેતરમાં જઈને એવો કેવો ફોટો પડાવ્યો કે, લોકોએ બે મોઢે લતાડી નાખી!

 | 2:50 pm IST

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે ફિલ્મોમાં આવતા વેંત જ એક હિટ અભિનેત્રીના રૂપમાં ઉભરી આવી છે. તેણે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર-2થી ડેબ્યૂ કર્યું હતું. બધા લોકોએ સ્ટાર કિડ હોવાના નાતે મજાક પણ કરી હતી. આખરે આલિયાને બધાને જવાબ પણ આપ્યો હતો. આ જવાબ પર પણ લોકોએ તેને ટ્રોલ કરી હતી. અનન્યા અવાર નવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી રહે છે. હવે ફરી એકવાર અનન્યા ટ્રોલ થઈ છે. એ પણ એક ફોટોના કારણે.

હાલમાં અનન્યા પાંડેએ ખેતરમાં ઊભીને એક ફોટો પડાવ્યો હતો અને શેર કર્યા હતો. ત્યાં તેણે ખેતર વચ્ચે ઊભીને પોઝ આપ્યો હતો. તેણે આ ફોટોમાં કેપ્શનમાં લખ્યું કે, પલટ….DDLJ Moment. હવે આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ તે ટ્રોલ થવા લાગી છે.

View this post on Instagram

पलट ?? #DDLJmoment

A post shared by Ananya ?? (@ananyapanday) on

ઈન્સ્ટાગ્રામથી લઈને ટ્વિટર સુધી લોકોએ અનન્યાનો ઉધડો લીધો છે. એક યુઝરે લખ્યું કે, એણે ઘાસમાં વધારે સ્ટ્રગલ કરી છે. બીજાએ કહ્યું- ખેતરમાં શું કરી રહી છે. તો ત્રીજાએ ટ્રોલ કરતાં લખ્યું કે, બિચારી દીદીને જાતે પગપાળા ચાલીને ખેતી કરવી પડી, ખુબ સ્ટ્રગલ કર્યો છે. તો એકે લખ્યું કે સ્ટ્રગલિંગ ઓન નેક્સ્ટ લેવલ.

ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં અનન્યા પાંડેએ કહ્યું હતું કે, સ્ટાર કિડ્સની પણ પોતાની સ્ટ્રગલ હોય છે. હું હંમેશા એક્ટર બનવા માંગતી હતી અને મોકો મળ્યો એટલે બની ગઈ. ત્યારબાદ અભિનેત્રીએ એના પાપા વિશે પણ વાત કરી હતી. આ રીતે લોકોએ તેને આ વાતોની યાદ અપાવીને ટ્રોલ કરી છે.

આ વીડિયો પણ જુઓ: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ પહોંચી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન