Ananya Pandey and Shahrukh Khans Son Abram Funny Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • શાહરુખના દિકરા અબરામ સાથે અનન્યા પાંડેની ક્યૂટ મસ્તી, દેખાયું અનોખું ટેલેન્ટ

શાહરુખના દિકરા અબરામ સાથે અનન્યા પાંડેની ક્યૂટ મસ્તી, દેખાયું અનોખું ટેલેન્ટ

 | 12:24 pm IST

બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનનો દિકરો અબરામ પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થાય છે. જ્યારે હવે અભિનેત્રી અનન્યા પાંડે અને અબરામનો એક મસ્તી વાળો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં અનન્યા અને અબરામ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનન્યા પાંડે નાકને જીભથી ટચ કરે છે અને એવી જ કોશિશ ક્યૂટ અબરામ પણ કરતા દેખાય છે. પરંતુ માસૂમ અબરામ એવું કરવામાં નિષ્ફળ રહે છે અને અનન્યાના આ ટેલેન્ટને જોઈ ચોંકી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. અનન્યા તેને જોઈ હસવા લાગે છે. અનન્યાના આ ટેલેન્ટ અને ક્યૂટ અબરામના પ્રયત્નનો આ વીડિયો ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે શાહરુખની દીકરી સુહાના ખાનની ખૂબજ સારી મિત્ર છે. અનન્યાએ તાજેતરમાં રિલીઝ થઈ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે અને સારી કમાણી કરી રહી છે. ફિલ્મમાં અનન્યા સિવાય ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન