ક્યાં છે અનન્યા પાંડે, નથી પહોંચી હજુ સુધી NCBની ઓફિસે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ક્યાં છે અનન્યા પાંડે, નથી પહોંચી હજુ સુધી NCBની ઓફિસે

ક્યાં છે અનન્યા પાંડે, નથી પહોંચી હજુ સુધી NCBની ઓફિસે

 | 2:24 pm IST
  • Share

મુંબઇ ડ્રગ્સ કેસમાં NCBની ટીમ ગુરૂવારના રોજ બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી છે. અનન્યા પાંડેને NCBએ પૂછતાછ માટે સમન્સ પાઠવ્યા છે. અભિનેત્રીને એજન્સીએ આજે બપોરે 2 વાગ્યે પૂછપરછ માટે બોલાવી છે. પરંતુ હજુ સુધી અનન્યા પાંડે NCB સામે હાજર થઈ નથી. ત્યારે હવે એવું કહેવાઈ રહ્યું છે કે અનન્યા NCB પાસેથી હાજર થવા માટે થોડો સમય માંગી શકે એમ છે.  

ક્યાં છે અનન્યા પાંડે

અનન્યા પાંડે જાણીતા અભિનેતા ચંકી પાંડેની દીકરી છે. માત્ર અનન્યાના ઘરે જ નહીં એનસીબીની ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નતમાં પણ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. પૂછપરછ માટે NCB સામે હાજર થવા માટે અનન્યા હજુ સુધી ઘરેથી નીકળી નથી. જણાવી દઈએ કે અનન્યા પાંડે જો આજે NCB સામે હાજર નહિ થાય તો NCB તેને હાજર થવા માટે ફરીવાર સમન્સ પાઠવશે.  

ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યા બાદ NCBએ અભિનેત્રીનો ફોન જપ્ત કર્યો છે. અનન્યા સાથે આર્યન ખાનના ડ્રગ્સ કેસને લઇ પ્રશ્ન થઈ શકે છે. કહેવાય છે કે આર્યન ખાન સાથે વ્હોટસએપ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો