Ananya Pandey yellow look goes viral on Social Media, Pati Patni aur Woh
  • Home
  • Featured
  • અનન્યા પાંડેએ પીળા ડ્રેસમાં કહેર વર્તાવ્યો, તસવીરો જોતા જ લોકોના શ્વાસ થયા અધ્ધર

અનન્યા પાંડેએ પીળા ડ્રેસમાં કહેર વર્તાવ્યો, તસવીરો જોતા જ લોકોના શ્વાસ થયા અધ્ધર

 | 11:51 pm IST

ફિલ્મ મેકર કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ડ ઓફ ધ ઇયર 2’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી અનન્યા પાંડે હાલ સૌની ફેવરેટ લીસ્ટમાં સામેલ છે. નાની ઉંમરમાં જ પોતાની એક અલગ ઓળખ બનાવનાર આ એક્ટ્રેસ જલ્દી તેની અપકમિંગ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ માં દેખાશે.

અનન્યા હાલ તેની આ આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. મુંબઈમાં સોમવારે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અનન્યા પીળા રંગના ડ્રેસમાં નજરે આવી હતી. અનન્યાનો આ લુક સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે. ‘પતિ, પત્ની ઔર વો’ માં અનન્યા સાથે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે દેશભરના થિયેટર્સમાં રિલીઝ થશે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 1978માં બનેલ બીઆર ચોપરાની ‘પતિ પત્ની ઔર વો’ ની રિમેક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન