Anchor Told Dayan to Huma Qureshi in India's Best Dramebaz Show
  • Home
  • Entertainment
  • Bollywood
  • શૉમાં એન્કરે ‘ડાયન’ કહેતા લાલચોળ થઇ ગઇ હુમા કુરૈશી, કર્યું એવ કે સૌ ચોંકી ગયા

શૉમાં એન્કરે ‘ડાયન’ કહેતા લાલચોળ થઇ ગઇ હુમા કુરૈશી, કર્યું એવ કે સૌ ચોંકી ગયા

 | 4:16 pm IST

અભિનેત્રી હુમા કુરૈશી ટીવી રિયાલિટી શૉ ‘ઇન્ડિયા્સ બેસ્ટ ડ્રામેબાઝ’ને જજ કરી રહી છે. શૉમાં તેને સોનાલી બેન્દ્રેની જગ્યાએ લેવામાં આવી છે. એક્ટિંગ બેસ્ડ રિયાલિટી શૉને દર્શકોનો ભરપુર પ્રેમ મળી રહ્યો છે, પરંતુ હાલમાં જ સેટ પર એવુ કંઇક થયું કે હુમા કુરૈશી ત્યાંથી જતી રહી હતી.

હકીકતમાં એક્ટર અને ડાન્સર શાંતનુ મહેશ્વરીએ શૉમાં હુમા કુરૈશીની પ્રશંસા કરી હતી. શૂટિંગ દરમિયાન શાંતનુએ તેની ફિલ્મ ‘એક થી ડાયન’ વિશે વાત કરી હતી. શાંતનુએ કહ્યું, “મે તમારા કારણે એકથી ડાયન 50 વાર જોઇ હતી. તમે એ ફિલ્મમાં એકદમ સુંદર અને સંપૂર્ણ ડાયન લાગી રહ્યા છો.” ત્યારબાદ હુમા કુરૈશી સેટ છોડીને જતી રહી હતી.

શાંતનુએ કહ્યું, “હું ચોંકી ગયો હતો અને મને કંઇ સમજમાં નહતુ આવી રહ્યું કે શું થયું. મને લાગ્યુ મે એક જૉક સંભળાવ્યો છે,પરંતુ ત્યારબાદ હુમા સેટ પરથી જતી રહી હતી અને મને લાગ્યુ કે મે તેમની સાથે યોગ્ય વ્યવહાર નથી કર્યો. ત્યારબાદ ઉમંગ કુમાર સર હુમાને સેટ પર પરત લઇને આવ્યા અને તેમણે જણાવ્યું કે વિવેક ઑબેરૉય સર અને હુમા કુરૈશીએ મારી સાથે મજાક કરી હતી.”