ancient cities pompeii and herculaneum where people became stone
  • Home
  • Featured
  • PHOTOS: ઈટલીના શહેરની ભયાનક કહાની, માણસોથી લઈ જાનવરો એક જ ઝાટકે બની ગયાં પત્થર

PHOTOS: ઈટલીના શહેરની ભયાનક કહાની, માણસોથી લઈ જાનવરો એક જ ઝાટકે બની ગયાં પત્થર

 | 11:16 am IST

સામાન્ય રીતે આવું વાતોમા જ સાંભળવા મળતું હોય કે, કોઈ માણસ કે જાનવર પત્થર બની જાય. પરંતુ ઈટલીમાં એક એવું પ્રાચીન શહેર છે જ્યાં આવી ઘટના બની હતી. ત્યાં રહેનાર માણસથી લઈને જાનવર સુધીની બધી જાતિ પત્થરમાં ફેરવાઈ ગઈ હતી. પત્થરનુમાં એના શરીર આજે પણ એ શહેરમાં જોવા મળે છે. પરંતુ તેની પાછળની હકીકત રૂવાડાં ઊભી કરી નાખે એવી છે.

આ શહેરનું નામ છે પોમ્પઈ, જે 1940 વર્ષ પહેલા આજાદ થયું હતું. 1997માં અહીં એક એવી ભયાનક ઘટના ઘટી હતી કે જેણે આખા શહેરને જ તબાહ કરી દીધું. ત્યાં કોઈ જ એવો સબુત ન મળ્યો કે, કોઈ માણસ બચ્યો હશે. પોમ્પઈ શહેર 170 એકર જમીનમાં ફેલાયેલ છે. આ શહેરમાં 11થી 15 હજાર લોકો રહેતા હશે. કેટલાક વર્ષો પહેલાં અહીં પુરાતત્વ વિભાગને ઘોડાનું શરીર અને કવચ મળ્યું હતું. કે જે પત્થરનું બનેલું હતું. એ સિવાય અહીં એક માણસનું મગજ પણ મળ્યું હતું કે, જે કાચનું બની ગયું હતું.

પોમ્પઈ પાસે એક નૈપલ્સની ખાડીમાં એક જ્વાળામુખી છે. 1979માં તે અચાનક જ ફાટી નીકળ્યો. માટે ત્યાં મોટી માત્રામાં લાવા, રાખ અને ગેસ નીકળ્યો હતો. જેના કારણે તબાહી મચી ગઈ. લોકો હજુ શહેર છોડીને ભાગે એ પહેલા તો લોતોનું લોહી ઉકળવા લાગ્યું અને બધાની ખોપરીઓ ફાટવા લાગી. સાથે જ જ્વાળાની ઝપટમાં આવ્યા અને બધાનું દર્દનાક મોત થયું. પછી જ્યારે તાપમાન નીચે આવ્યું તો માણસોનું શરીર પત્થરનું બની ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન