Andhjan Mandal Big Claim Regarding Nityananda Swami At Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અંધજન મંડળે નિત્યાનંદ આશ્રમની સૌથી મોટી પોલ ખોલી, એકસાથે 83 દિવ્યાંગ બાળકો પર કરવાના હતા….

અંધજન મંડળે નિત્યાનંદ આશ્રમની સૌથી મોટી પોલ ખોલી, એકસાથે 83 દિવ્યાંગ બાળકો પર કરવાના હતા….

 | 2:00 pm IST

દક્ષિણ ભારતના લંપટ બાબા સ્વામી નિત્યાનંદે તેમના અમદાવાદ આશ્રમના કૌભાંડને કારણે ફરી વિવાદમાં છે. નિત્યાનંદ સ્વામી વિચિત્ર દાવાઓ કરવા માટે જાણીતો છે. અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

આજે તેમની કાળી કરતૂત સામે આવ્યા બાદ નિત્યાનંદ સ્વામીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આશ્રમમાં યુવતીનો હાઇવોલ્ટેજ ડ્રામા પુરી થયા બાદ વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. અમદાવાદની જાણીતી સંસ્થા અધંજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ત્રીજી આંખ હોવાનો દાવો કરી તેમના અનુયાયીઓ દ્વારા બાળકો પર એક્સપરીમેન્ટ કરવામાં આવ્યા હતા તેવો સનસનાટીભર્યો દાવો અંધજન મંડળે હાલ કર્યો છે. પરંતુ અંધજન મંડળના સત્તાધીશોને કંઈક અજુગતું લાગતા બાળકોને બચાવી દેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં નિત્યાનંદની વધુ એક કરતૂતનો ખુલાસો થયો છે. અમદાવાદની દિવ્યાંગો માટે કામ કરતી જાણીતી સંસ્થા અંધજન મંડળે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, થોડા સમય પહેલા અંધજનમંડળના 82 અંધ બાળકો પર નિત્યાનંદ સ્વામીના અનુયાપીઓએ એક પ્રયોગ કર્યો હતો. જેમાં અંધ બાળકોને ત્રીજી આંખનું કહી બાળકો પર પ્રયોગ કરાયો હતો. ત્રીજી આંખથી બાળકોને દેખતા કરવાનો પ્રયોગ આશ્રમ દ્વારા કરવામાં આવ્યો હતો.

પરંતુ અંધજન મંડળના સત્તાધીશોને તથ્ય ન જણાતા સાધુઓને પ્રયોગ કરતા અટકાવ્યા હતા. મંડળે સનસનીખેજ ભર્યા દાવામાં જણાવ્યું છે કે, બાળકોને વશમાં કરવા માટે આશ્રમ દ્વારા પ્રયાસ કર્યો હતો. પરંતુ સત્તાધીશોની સતર્કતાથી નિત્યાનંદથી બાળકો બચી શક્યા હતા. હાલ અન્ય લોકો પણ નિત્યાંનંદના ભ્રમમાંથી સાવચેત રહે તેવી અંધજન મંડળની અપીલ કરાઇ છે.

2010મા સેક્સ સીડી કાંડને લઇ ચર્ચામાં

સ્વામી નિત્યાનંદ વર્ષ 2010ની સાલમાં સેકસ સીડી કાંડના લીધે ચર્ચામાં આવ્યા હતા. સાધનાની આડમાં સેકસ રેકેટ ચલાવવાના આરોપમાં કર્ણાટક હાઇકોર્ટે નિત્યાનંદની તે દલીલ ફગાવી દીધી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અને અભિનેત્રી વચ્ચેનો શારીરિક સંબંધ સહમતિથી બંધાયો હતો. કોર્ટે નિત્યાનંદ અને અન્ય વિરુદ્ઘ આરોપો નક્કી કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ સ્વામીના સહયોગીઓએ અરજી કરી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.

ઉજૈજન કુંભમાં નિત્યાનંદરે એવી ચાલાકી કરી કે પંડાલ બાંધનારને રડવાના દિવસો આવી ગયા હતા

ઉજ્જૈનમાં સિંહસ્થના મેળામાં સાધુ-મહાત્માઓ આવીને ક્ષિપ્રા સ્નાન કર્યું અને ધર્મ-પતાકાઓ ફેરવી હતી. અહીં કેટલાંક નિત્યાનંદ સ્વામીએ પોતાના વૈભવનું અશ્લીલ પ્રદર્શન કર્યાના પણ આરોપ મૂકાયા હતા. તેમણે ભવ્યાતિભવ્ય પંડાલ બનાવ્યા બાદ તેની કામગીરી કરનાર કામદારોને 20થી25 ટકા નાણાં ચૂકવીને છૂ થઇ ગયા હતા.

કોણ છે સ્વામી નિત્યાનંદ

સ્વામી નિત્યાનંદનો જન્મ 1 જાન્યુઆરી, 1978ના રોજ તમિલનાડુના થિરુનામલાઈમાં થયો છે. પરંતુ અમેરિકન વીઝા પ્રમાણે તેમનો જનમ 13મી માર્ચ 1977ના રોજ થયો હતો. 12 વર્ષની ઉંમરમાં નિત્યાનંદે દાવો કર્યો કે અન્નામલઇ સ્વામીએ તેમને ધ્યાનની વિધિ શીખવાડી છે. નિત્યાનંદ નાની ઉંમરમાં જ સંન્યાસી થઈ ગયા હતા, ત્યારબાદ તેમણે તેમની એક સંસ્થા બનાવી જેનું નામ ધ્યાનપીતમ છે. નિત્યાનંદ દાવો કરે છે કે તેઓ જે પણ યોગ શિખવાડે છે તે અદ્વૈત વેદાંત, ભક્તિ, યોગ, ધ્યાન અને ક્રિયાઓ પર આધારિત છે. શિવ સૂત્ર , જૈન સૂત્ર , બ્રાહ્મણ સૂત્ર, પતંજલિના યોગ સૂત્ર, ભાગવતગીતા અને ઉપનિષદના મતે તેઓ પોતાના ભકતોને જ્ઞાન આપે છે.

 

આ પણ જુઓ વીડિયો: મુછડિયા કાંતિલાલ જણાવી પોતાની વેદના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન