Andhra Offshore Support Vessel Started Burning In Visakhapatnam
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : સળગી ઉઠ્યું,લોકોએ લગાવી મોતની છલાંગ, પણ વ્હારે ચડ્યું ભારતીય કોસ્ટ ગાર્ડ

Video : સળગી ઉઠ્યું,લોકોએ લગાવી મોતની છલાંગ, પણ વ્હારે ચડ્યું ભારતીય કોસ્ટ ગાર્ડ

 | 3:48 pm IST

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે સવારે 11:30 વાગ્યે સમુદ્ર કિનારે ઉભેલા એક જહાજમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જહાજ પર ચાલક દળના 29 સભ્યો સવાર હતા. ચાલક દલના સભ્યોએ પોતાના જીવ બચાવવા સમુદ્રમાં કુદી પડ્યા હતાં.

ઓફશોર સપોર્ટ જહાજ કોસ્ટલ જેગુઆરમાં આજે સવારે આ દુર્ઘટના ઘટી હતી. ભયાનક આગના કારણે પોતાના જીવ જોખમમાં જણાતા ચાલક દળના તમમ સભ્યો સમુદ્રમાં કુદી પડ્યા હતાં. જોકે સદનસીબે ભારતીય કોસ્ટ ગાર્ડ તમામની મદદે આવ્યું હ્તું અને 29માંથી 28 લોકોને બચાવી લીધા હતાં. જ્યારે એક સભ્ય હજી પણ લાપતા છે. કોસ્ટગાર્ડે લાપતા ચાલક દળના સભ્યને બચાવવા અભિયાન હાથ ધર્યું છે. જ્યારે બચાવી લેવામાં આવેલા તમામ સભ્યો સુરક્ષીત છે અને તેમને કોઈ જ ઈજા પહોંચી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન