આંધ્રને વિશેષ રાજ્યના દરજ્જાની માગને કોંગ્રેસનું સમર્થન : રાહુલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • આંધ્રને વિશેષ રાજ્યના દરજ્જાની માગને કોંગ્રેસનું સમર્થન : રાહુલ

આંધ્રને વિશેષ રાજ્યના દરજ્જાની માગને કોંગ્રેસનું સમર્થન : રાહુલ

 | 3:26 am IST

નવી દિલ્હી, તા. ૯

કેન્દ્રની મોદી સરકાર અને આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ મધ્યે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આંધ્ર પ્રદેશની વિશેષ દરજ્જાની માગને સમર્થન આપે છે અને ચંદ્રાબાબુ નાયડુની આ માગને સમર્થન આપવા તમામ પાર્ટીઓને એકજૂથ થવા આહવાન કરે છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની રાજ્યની જનતાની માગને સમર્થન આપે છે. પોલાવરમ પ્રોજેક્ટ ઝડપથી પૂરો થાય તે માટે પણ કોંગ્રેસ આંધ્ર પ્રદેશની જનતાની પડખે છે. ન્યાય માટેની આ હાકલને સમર્થન આપવા અને આ મુદ્દા પર એકજૂથ થવાનો સમય આવી ગયો છે.

૨૦૧૮ના અંતમાં આંધ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂમિકા તૈયાર કરવાનો પ્રયાસ

કેન્દ્ર સરકારથી નારાજ ચંદ્રાબાબુ નાયડુને રાહુલ ગાંધીના સ્વરૂપમાં એક સમર્થક મળી ગયો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને નાયડુની માગણીને સમર્થન આપ્યું છે પરંતુ તેની પાછળનું મુખ્ય કારણ વર્ષના અંત ભાગમાં યોજાનારી આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. રાહુલ ગાંધીએ એક કાંકરે બે પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે. આંધ્રની સ્પેશિયલ પેકેજની માગને સમર્થન આપીને રાજ્યની જનતાના દિલમાં કોંગ્રેસનું સ્થાન ઊભું કરવું અને જો ચંદ્રાબાબુ નાયડુ એનડીએ સાથે છેડો ફાડે તો તેમનો યુપીએમાં સમાવેશ કરી શકાય.

;