andre russell and wife jassym lora arrival baby in unique style
  • Home
  • Sports
  • Cricket
  • દિગ્ગજ ક્રિકેટરની સુપર મોડલ પત્ની છે ગર્ભવતી, પારણે દીકરો ઝુલશે, દીકરીએ આપી માહિતી

દિગ્ગજ ક્રિકેટરની સુપર મોડલ પત્ની છે ગર્ભવતી, પારણે દીકરો ઝુલશે, દીકરીએ આપી માહિતી

 | 8:00 pm IST

સ્ટાર ઓલ રાઉન્ડર આંદ્રે રસેલ ખુબ જ જલ્દી પિતા બની જશે. રસેલની પત્ની અને સુપરમોડલ જૈસિમ લોરા ગર્ભવતી છે. પોતે રસેલે ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરી દુનિયા સાથે આ ખુશ ખબરને શેર કરી છે. માત્ર એટલુ જ નહી એક મજેદાર રમત રમીને રસેલે દુનિયામાં આવનાર નવજાતના દીકરી કે દીકરો હોવાની પણ માહિતી આપી છે.

View this post on Instagram

#newblessings

A post shared by Andre Russell (@ar12russell) on

પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રસેલે સોમવારે એક ખુબ જ સુંદર તસવીર પોસ્ટ કરી, નવી ખુશીઓ વિશે જાણકારી આપી. તસવીરમાં રસેલ અને લોરા બંને સફેદ આઉટફીટમાં નજર આવી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં બલૂન અને ફુલ સમગ્ર માહોલમાં સુગંધ ભરી રહ્યું છે. સાથે જ આ કેરેબિયાઇ ઓલરાઉન્ડરે એક વીડિયો પણ શેર કર્યો છે. જ્યાં લોરા પાસે ખુબ મોટો ક્રિકેટ બોલ છે અને રસેલના હાથમાં બેટ છે. માત્ર કેટલાક લોકો વચ્ચે યોજાયેલ આ સમારોહમાં લોરાની અંડરઆર્મ બોલને રસેલે જ્યારે શોટ માર્યો, હવામાં ગુલાબી રંગ ઉડવા લાગ્યો. આ એક સરપ્રાઇઝ હતું. કદાચ આ જ ગુલાબી રંગ સાથે રસેલે જણાવ્યું કે, તેના ત્યા દીકરીનું આગમન થશે.

તમને જણાવી દઇએ કે, જૈશન લોરા એક સુપર મોડલ અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે. 2016માં લગ્નનાં બંધનમાં બંધાનાર લોરા ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ સક્રિય છે. સોશિયલ મીડિયા તેની તસવીરોથી છલોછલ છે. નાજુક શારીર અને બિંદાસ અંદાજ તેની આ લોકપ્રિયતાનો રાજ છે.

આ વીડિયો પણ જુઓ : PM મોદીના જીવન – કવન પરની પ્રદર્શનીનું ઉદ્ધાટન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન