ક્વોલકોમ ચિપસેટવાળા 900 મિલિયન એન્ડ્રોયડ ડિવાઈસમાં છે ખામીઓ - Sandesh
  • Home
  • Technology
  • ક્વોલકોમ ચિપસેટવાળા 900 મિલિયન એન્ડ્રોયડ ડિવાઈસમાં છે ખામીઓ

ક્વોલકોમ ચિપસેટવાળા 900 મિલિયન એન્ડ્રોયડ ડિવાઈસમાં છે ખામીઓ

 | 12:42 am IST

એન્ડ્રોયડ યૂજર્સ એકવાર ફરી ખતરામાં છે રિપોર્ટ પ્રમાણે ક્વોલકોમના ચિપસેટવાળા સ્માર્ટફોન અને ટેબલેટમાં ક્વોડ રૂટર મળી આવ્યો છે. એટલે કે, દુનિયાભરમાં 900 મિલિયન એન્ડ્રોયડ સ્માર્ટફોન અને ટેબલેટમાં મૈલવેર એટેક થઈ શકે છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, એન્ડ્રોયડ માર્શમેલો અને જૂના ક્વોલ્કોમ ચિપસેટમાં 4 ખામીઓ બહાર આવી છે. જેને Quadrooter કહેવામાં આવે છે. આના દ્વારા કોઈપણ ક્વોડકોમ પ્રોસેસરવાળા સ્માર્ટફોનના રૂટની એન્ટ્રી મેળવી શકે છે એટલે કે રૂટ લેવલ એક્સેસ મળી શકે છે.

લેટેસ્ટ રિસર્ચ અનુસાર આ 900 મિલિયન એન્ડ્રોયડ સ્માર્ટફોન્સ અને ટેબલેટમાં મળી શકે છે. એન્ડ્રોયડની આ ખામીઓ લાસવેગાસમાં DEF CON 24 સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન ચેક પોઈન્ટ રિસર્ચર્સ ટીમે કર્યું છે.

ઉલ્લેખનિય છે કે, ક્વોલ્કોમ પોપ્યુલર ચિપસેટ કંપની છે. જેનું મોર્ડન બેસબેડ માર્કેટમાં એટલે કે LTE ચિપસેટમાં 65 ટકા શેર છે. રિસર્ચર્સ પ્રમાણે એક ખતરનાક એપ દ્વારા સ્માર્ટફોનમાં એટેક કરવામાં આવી શકે છે. એટેકર તે માટે મૈલવેર લખીને વિક્ટિમના ડિવાઈસમાં મોકલી શકે છે. ઈન્સ્ટોલ થયા બાદ મૈલવેર સ્માર્ટફોનનું રૂટ એક્સેસ કરી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન