android-is-about-to-steal-another-great-feature-from-the-iphone
  • Home
  • Technology
  • Apple iPhoneનું આ ખાસ ફિચર હવે Androidમાં પણ જોવા મળશે, જાણો તે ફિચર અંગે

Apple iPhoneનું આ ખાસ ફિચર હવે Androidમાં પણ જોવા મળશે, જાણો તે ફિચર અંગે

 | 11:50 am IST

એપલ યૂઝર્સને આઈફોનથી આઈફોન અથવા આઈફોનથી મેકબુકમાં ફાઈલ ટ્રાન્સફર કરવામાં સહેલાઈ રહે છે. તેનું કારણ છે Apple AirDrop. આ ફિચરથી ફાઈલ ટ્રાન્સફર ખુબ ફાસ્ટ થઈ જાય છે અને આ ખુબ સરળ પણ છે, પરંતુ જો અન્ડ્રોઈડની વાત કરવામાં આવે તો તેમાં પણ લોકો ફાઈલ ટ્રાન્સફર કરી શકે છે. જોકે ઘણા એપ છે જે ફાઈલ ટ્રાન્સફરને ફાસ્ટ કરે છે. પરંતુ તે બધા થર્ડ પાર્ટી એપ્સ છે. જેને ગૂગલ સાથે કોઈ લેવા દેવા નથી.

એક સુત્ર મુજબ Google એક નવા ફિચર પર કામ કરી રહી છે જે Apple Air Drop જેવું જ કામ કરશે, આ ફિચર એન્ડ્રોઈડ યૂઝર્સની માટે હશે. જેના દ્વારા ફાઈલ ટ્રાન્સફર ખુબ ફાસ્ટ થશે. જોકે આ ફિચર Android Qમાં આપવામાં આવશે અને તેનું નામ FastShare હોઈ શકે છે.

રિપોર્ટ મુજબ તાજેતરમાં આ ફિચર Android Qનો ડિફોલ્ટ ફિચર્સ નથી. પરંતુ ગૂગલ તેની ટેસ્ટિંગ કરી રહી છે અને જ્યારે Android Qનું ફાઈનલ બિલ્ડ આવશે તો કંપની તેને ડિફોલ્ટ આપી શકે છે.

એન્ડ્રોઈડ યૂઝર્સની માટે એક સારા સમાચાર હોઈ શકે છે, પરંતુ મુદ્દો એ છે કે નવા એન્ડ્રોઈડ અપડેટ કેટલા સ્માર્ટફોન્સમાં મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન