Android smartphone is locked? Learn the easiest way to unlock
  • Home
  • Featured
  • શું તમારો Android Smartphone લોક થઇ ગયો છે? આ રીતે કરો અનલોક

શું તમારો Android Smartphone લોક થઇ ગયો છે? આ રીતે કરો અનલોક

 | 2:11 pm IST

તમારા Android Smartphoneના ડેટાને સુરક્ષિત રાખવા માટે તમે તમારા સ્માર્ટફોનમાં ખાસ કરીને પિન, પાસવર્ડ કે પેટર્ન જેમ સ્ક્રીન લોકનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન યૂજર્સને હમેશા એવા પાસવર્ડ કે પેટર્ન સેટ કરવાની સલાહ આપવામાં આવે છે જેને કોઇ અન્ય વ્યક્તિ દ્વારા અનુમાન લગાવીને લોક ખોલવું મુશ્કેલ હોય છે. પરંતુ ઘણી વખત એવું પણ થાય છે. જ્યારે આપણે આપણો પાસવર્ડ ભુલી જઇએ છીએ. જો તમે પણ આવી કોઇ સ્થિતિમાં ફસાઇ જાઓ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે ફોન અનલોક કરવો.

એન્ડ્રોયડ ડિવાઇસ મેનેજરની મદદથી

– તમારા કોમ્પ્યુટર કે ફોન પર ‘https://myaccount.google.com/find-your-phone-guide’ ઓપન કરો.
– હવે, તમારા ફોનથી લિંક તમારા ગૂગલ એકાઉન્ટને લોગ ઇન કરો.
– લોગઇન કર્યા બાદ લિસ્ટથી તમારા તે ડિવાઇસને પસંદ કરો. જેને તમે અનલોક કરવા માંગો છો.
– અન્ય સ્ક્રીન પર ‘Lock your phone’ ઓપ્શનને સિલેક્ટ કરો.
– હવે તમારા ફોનને જૂના પિન, પેટર્ન કે પાસવર્ડને રિપ્લેસ કરવા માટે તમારો નવો પાસવર્ડ એન્ટર કરો.
– નીચે ‘Lock’ બટન પર ક્લિક કરો.
– હવે તમારા સ્માર્ટફોન પર જાઓ અને નવા પાસવર્ડની મદદથી ફોનને અનલોક કરી નવા સ્ક્રીન લોકને સેટ કરો.

‘Ok Google’ વૉયસની મદદથી
જો તમે તમારા ગૂગલ આસિસ્ટેન્ટને યોગ્ય રીતે સેટ કર્યુ છે તો તમે ‘Unlock with voice’ ઓપ્શન પર જરૂર ધ્યાન આપ્યું હશે. આ ફીચર્સ પહેલાથી રેકોર્ડ વોઇસના બેસિસ પર કામ કરે છે. જો આ ફીચર ઓન છે તો તમે સહેલાઇથી ‘Ok Google’ કહીને તમારો સ્માર્ટફોન અનલોક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન