Android users a photo can get your smartphone hacked
  • Home
  • Featured
  • સાવધાન, એક ફોટો ઓપન કરતાં જ થઈ જશે તમારો સ્માર્ટફોન હેક

સાવધાન, એક ફોટો ઓપન કરતાં જ થઈ જશે તમારો સ્માર્ટફોન હેક

 | 10:04 am IST

પર્સનલ ડેટાની ચોરી માટે હેકર્સ જાણે કે તક ઝડપીને જ બેઠા હોય છે આપણાંથી જેવી નાની અમથી ભૂલ થઈ જાય આપણો ખુબજ અંગત ડેટા ખુબજ સરળતાથી ચોરી થઈ જાય છે. હેકર્સના આવા એટેકથી બચવુ મુશ્કેલ હોય છે એક નાનકડી એવી ભૂલ ખુબજ સરળતાથી તમારા લોકેશન જેવો ડેટા બીજાના હાથમાં સોપી દે છે.

ગૂગલે હાલમાં એક નવા બગનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં ખુબજ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આવા એટેક માટે માત્ર એક ફોટો કાફી છે. જી હા એક ફોટો યૂઝરે મળે જેને ખોલતાની સાથે જ તમારો ડેટા હેક થઈ જાય છે. આ ફોટો PNG ફોર્મેટમાં હોય છે.

જો તમને આવો કોઈ ક્યુટ પેટનો ફોટો કે ફની મીમ કે કોઈ અજાણ્યા નંબરથી મેલ આવે અને તમે તેને ઓપન કરો તો તમારો ડેટા ચોરી થઈ જશે. PNG ફોર્મેટનો ફોટો ડિવાઈસ ઓપન કરવાથી તમારી ડિવાઈસને નુકશાન પહોચે છે. એવુ નથી કે તમામ ફોટાઓ સાથે આવું થાય આ ફોર્મેટ અનસેફ છે. એન્ડ્રોઈડ 7.0થી 9.0 વર્ઝનવાળા સ્માર્ટફોન પર આની અસર પડશે.

ગૂગલે આ બગ અંગે પોતાના લેટેસ્ટ એન્ડ્રોઈડ સિક્યોરિટી પેચમાં એલર્ટ કરી જણાવ્યુ છે કે આ ફ્રેમવર્ક ખતરનાર રીતે ફેલાઈ રહ્યુ છે.આ ફોટાઓ વોટ્સએપની મદદથી સામાન્ય રૂપે આ ફોટાઓ વોટ્સએપ પર કે પછી એસએમએસના રૂપે તમારા સુધી પહોંચે છે. હેકર આની મદદથી તમારૂ લોકેશન જાણી લે છે પછી રિમોટ એક્સેસની મદદથી હોસ્ટ ડિવાઈસને કંટ્રોલ કરી લે છે. આ ઈમેજ સામાન્ય ઈમેજ જેવી હોવાથી તેને ઓળખવી ખુબજ મુશ્કેલ છે.

હેકર PNG ફોર્મેટમાં માસ્કડ લિંક એટેચ કરી નાંખે છે જે એક નજરમાં ગૂગલ લિંક જેવી જ લાગે છે. આ લિંક ઓપન કરવાથી આઈપી લોગ્ડ સર્વરને ઈન્ફોર્મેશન મોકલી દે છે. આ સામે કોઈપણ ઈમેજ કે લિંકને ઓપન કરતા પહેલા ચકાસી લેવી હીતાવહ છે. અજાણ્યા નંબર પરથી કોઈ લિંક કે ફોટાઓ મળે તો તેનાથી બચવામાંજ સમજદારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.