Angad Bedi shared a video of Neha going to operation theater
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અંગદ બેદીએ નેહા ધૂપિયાના ઓપરેશન થિયેટરમાં જતા પહેલાંનો વીડિયો શેર કર્યો

અંગદ બેદીએ નેહા ધૂપિયાના ઓપરેશન થિયેટરમાં જતા પહેલાંનો વીડિયો શેર કર્યો

 | 10:30 am IST
  • Share

  • નેહા ધૂપિયા વીડિયોમાં ખૂબ રડતી જોવા મળી
  • એક્ટ્રેસ નેહા ધૂપિયાએ કેટલાક દિવસ પહેલાં જ બીજા બાળકને જન્મ આપ્યો
  • ઓપરેશન થિયેટરમાં જતાં પહેલાં તે ખૂબ જ નર્વસ હતી

 

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ કેટલાક દિવસ પહેલાં જ બીજા બાળકને જન્મ આપ્યો છે. એ સમયમાં પતિ અંગદ બેદી દરેક સમયે તેની સાથે હતો અને તેણે હોસ્પિટલથી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે કેટલીક મેમરીઝ શેર કરી હતી. તાજેતરમાં અંગદે એક વીડિયો શેર કર્યો જેમાં નેહાને ડિલિવરી માટે ઓપરેશન થિયેટરમાં એન્ટર કરતા પહેલાં આંસુ વહાવતી જોઈ શકાય છે. ત્યારે અંગદ તેને હદ કરતો જોવા મળે છે.

ઇન્ટરનેટ પર આ વીડિયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નેહાને હોસ્પિટલમાં ગાઉનમાં જોઈ શકાય છે. ઓપરેશન થિયેટરમાં જતાં પહેલાં તે ખૂબ જ નર્વસ હતી અને અંગદ તેને હગ કરતા જોવા મળી રહ્યો છે. અંગદે આ મુશ્કેલીના સમયમાં તેની પત્નીને એક મિનિટ માટે પણ એકલી નથી છોડી.

અંગદ અને નેહાના કેટલાય ફ્રેન્ડ્સ અને ફેન્સે આ વીડિયો પર કમેન્ટ કરી. જેમાં હર્ષદીપ કૌરે લખ્યું, વહારે ગુરુ મેહર કરે, તને શક્તિ આપે. સબા અલી ખાને લખ્યું, ખૂબ જ કપરું, ભગવાન ભલુ કરે. ત્યારે એક ફેને કમેન્ટ કરી લખ્યું કે, સી સેક્શન એક મોટી સર્જરી હોય છે. મહિલાઓ ખૂબ જ બહાદુર હોય છે. ઉલ્લેખનીય છે કે નેહા ધૂપિયા છેલ્લા કેટલાંક મહિનાઓથી પોતાની પ્રેગ્નેન્સી સાથે  જોડાયેલી મૂવમેન્ટ્સ સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે શેર કરી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો