Angarki Chaturthi 2019 Know important and spiritual lord-ganesha
  • Home
  • Astrology
  • શ્રાદ્ધ પક્ષ સાથે સાથે વર્ષની છેલ્લી અંગારકી ચતુર્થી, 21 ચોથનું એક સાથે મળશે ફળ

શ્રાદ્ધ પક્ષ સાથે સાથે વર્ષની છેલ્લી અંગારકી ચતુર્થી, 21 ચોથનું એક સાથે મળશે ફળ

 | 11:57 am IST

આજે વર્ષની છેલ્લી અંગારકી ચતુર્થી છે. આજના દિવસે સોનામાં સુગંધ ભળે તેમ ‘અમૃતસિદ્ધિયોગ’ થઈ રહ્યો છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી આધ્યાત્મિક બળ વધારવા અને વિદ્યાકીય પ્રગતિ માટેનાં કાર્ય થઈ શકશે. આજે ગણેશજીના દર્શન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

આ પણ વાંચો: આજથી કન્યા રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય દેવનો પ્રવેશ, આ રાશિઓની ચમકી જશે કિસ્મત

ગણેશજીની કૃપા મેળવવાનો દિવસ શ્રાદ્ધ પક્ષમાં જ આવ્યો છે. વિક્રમ સંવત-2075ની અંતિમ અંગારકી સંકષ્ટ ચતુર્થીના દિવસે ત્રીજનું શ્રાદ્ધ થશે. જ્યારે સૌથી મહત્ત્વની બાબત એ બની રહેશે કે ‘અંગારકી સંકષ્ટ ચતુર્થી’ના દિવસે જ ‘અમૃતસિદ્ધિયોગ’ છે. શ્રાદ્ધ પક્ષ હોવાથી નવા કાર્યોનો પ્રારંભ ન થઈ શકે, પરંતુ આધ્યાત્મિક બળ વધારવા અને વિદ્યાકીય સફળતા-પ્રગતિ માટેનાં કાર્યો આ દિવસો દરમિયાન થઈ શકે છે.

ચતુર્થીના દિવસે ‘શ્રીગણપતિ અથર્વશીર્ષ’નું પઠન સર્વોત્તમ છે. જો એ શક્ય ન બને તો ‘સંકષ્ટનાશન ગણેશ સ્તોત્ર’નું પઠન પણ કરી શકાય છે. સાથોસાથ આ દિવસે ‘ૐ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વખત કરવો જોઈએ અને લાલ પુષ્પ અર્પણ કરવા જોઈએ. સાથોસાથ ગણેશજીની કૃપા મેળવવા માટે ગાયને ગોળ ખવડાવી શકાય છે. આ દિવસે બાળકોને ભોજન કે મિઠાઈ ખવડાવવી જોઈએ. પિતૃઓને શ્રાધ્ધ નાખી બ્રાહ્મણોને ભોજન કરાવો.

આ Video જુઓ: જાણો પુષ્પો દ્વારા પણ આપનો ભાગ્યોદય શક્ય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન