Angela Merkel meet Narendra Modi in G-20 Summit Japan
  • Home
  • Featured
  • મોદીને મળી એન્જેલા મર્કેલે આપી વિચિત્ર પ્રતિક્રિયા, ઉભા-ઉભા ધ્રૂજવા લાગ્યા

મોદીને મળી એન્જેલા મર્કેલે આપી વિચિત્ર પ્રતિક્રિયા, ઉભા-ઉભા ધ્રૂજવા લાગ્યા

 | 8:03 pm IST

જાપાનના ઓસાકા શહેરમાં થઈ રહેલી જી-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાંસલર એન્જેલા મર્કેલ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન જ્યારે કેમેરાને જર્મન ચાંસલરે જોયો તો એક ચોંકાવનારી પ્રતિક્રિયા આપી. ત્યાર બાદ તેમને અચાનક કેમેરાથી નજર ફેરવી હતી.

એન્જેલા મર્કેલ પીએમ મોદી સાથે વાટાઘાટ કરી રહ્યા હતા. ત્યારે તેમની નજર કેમેરા પર અચાનક પડી તો તેમને ચોંકાવનારી પ્રતિક્રિયા આપી. જોકે એ વાત સ્પષ્ટ નથી કે મર્કેલે આવું રિએક્શન કેમ આપ્યું. પરંતુ તેમને તરત જ પ્રતિક્રિયા ઠીક કરી પીએમ મોદી સાથે હસીને ચર્ચા કરી. જોકે આ પહેલા પણ તેમનો એક ચોંકાવનારી પ્રતિક્રિયાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પછી તેમના સ્વાસ્થ્યને લઈ ચર્ચા શરૂ થઈ હતી.

64 વર્ષના એન્જેલા મર્કેલ ગુરુવારે જર્મન રાષ્ટ્રપતિ ફ્રેંક-વાલ્ટર સ્ટીનમીયરની સાથે એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. પરંતુ તે સમય ખુદને સ્થિર રાખવા માટે પોતાના હાથ પકડી રાખવાની ફરજ પડી હતી. આ દરમિયાન તેઓ ધ્રૂજતા નજરે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ કાર્યક્રમ દરમિયાન એક જગ્યાએ કોઈએ તેમને એક ગ્લાસ પાણી આપ્યું તો એ પણ તેમને ફેંકી દીધું હતું. તેમના સ્વાસ્થ્યને જોઈ લાગી રહ્યું હતું કે ગ્લાસને તેઓ સરખી રીતે પકડવામાં અસમર્થ હતા.
રિપોર્ટ મુજબ મર્કેલ કહ્યું કે તેમને ડિહાઇડ્રેશન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન