Angelina Jolie donates to feed children 1 Million USD Corona Virus
  • Home
  • Photo Gallery
  • હોલિવૂડની આ દિગ્ગજ એક્ટ્રેસે બાળકો માટે ખજાનો ખોલ્યો, આટલા કરોડ રૂપિયા કર્યા દાન

હોલિવૂડની આ દિગ્ગજ એક્ટ્રેસે બાળકો માટે ખજાનો ખોલ્યો, આટલા કરોડ રૂપિયા કર્યા દાન

 | 4:40 pm IST

કોરોના વાયરસની મહામારીથી દુનિયાભરના 200 દેશ પરેશાન છે. સરકારો પોતાનું કામ કરી છે, ત્યાં જ સેલિબ્રિટીઓ પણ લોકોને મદદ કરી રહ્યા છે. સિંગર શૉન મેંડિયે જ્યાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે એક હોસ્પિટલને 175K ડૉલર દાનમાં આપ્યા છે. ત્યાં જ પ્રખ્યાત હોલિવૂડ અભિનેત્રી એંજેલિના જોલીએ 1 મિલિયન ડૉલર લગભગ 7.5 કરોડ રૂપિયા દાન કરવાની ઘોષણા કરી છએ. એંજેલિનાએ આ રકમ એનજીઓને આપી છે. જેથી સંકટના આ સમયમાં ગરીબ બાળકોનું પેટ ભરી શકાય.

એક રિપોર્ટ અનુસાર ‘નો કિડ હંગ્રી’ નામની એનજીઓને એંજેલિનાએ 1 મિલિયન ડૉલરની મદદ કરી છે. રિપોર્ટમાં એંજેલિનાનાં હવાલાથી લખવામાં આવ્યું છે કે, આ અઠવાડિયા સુધીમાં એક અબજથી વધુ બાળકો કોરોના વાયરસથી જોડાયેલા લોકડાઉનના કારમે દુનિયાભરની શાળામાંથી બહાર છે. ગણા બાળકો શાળા દરમિયાન મળનારા પોષણ પર નિર્ભર હોય છે. જેમા અમેરિકાના લગભગ 22 મિલિયન બાળકો પણ સામેલ છે.

એંજેલિનાએ આગળ કહ્યું કે, આ રકમ તેવા બાળકોના પોષણ પર ખર્ચ કરવામાં આવશે, જે શાળામાં જ ભોજન કરે છે અને તેના પર જ નિર્ભર હોય છે. ‘નો કિડ હંગ્રી’ સંસ્થા સતત પ્રયાસ કરી રહી છે વધુમાં વધુ બાળકો પાસે આ મદદ પહોંચાડવામાં આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન