ગુસ્સે ભરાતાં લોકો પોતાની જાતને વધુ હોશિયાર સમજે છે : સરવે - Sandesh
  • Home
  • Newspaper
  • ગુસ્સે ભરાતાં લોકો પોતાની જાતને વધુ હોશિયાર સમજે છે : સરવે

ગુસ્સે ભરાતાં લોકો પોતાની જાતને વધુ હોશિયાર સમજે છે : સરવે

 | 2:57 am IST

ઘણાં લોકો નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતાં હોય છે. એવાં લોકો તમે ધારો એટલાં સ્માર્ટ હોતાં નથી, એવું એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે. વિજ્ઞા।નીઓએ શોધી કાઢયું છે કે, ક્રોઘિત રહેતાં લોકો, શાંત પ્રકૃતિનાં લોકો કરતાં પોતાની તેજસ્વિતાને વધુ અંદાજતાં હોય છે, જોકે એ માટે તેઓ જવાબદાર નથી, પરંતુ જેઓ વધુ ગુસ્સે થતાં હોય છે તેમનામાં આત્મશ્લાઘાનું સ્તર ઊંચું રહેતું હોય છે, ઉપરાંત તેઓ પોતાની ક્ષમતા અને શક્તિમાં વધુપડતી માન્યતા રાખતાં હોય છે.

ગુસ્સો એ તમારાં વલણને આધીન હોય છે

વાતે વાતે ગુસ્સે થઈ જતાં લોકો સ્થિર સંબંધ પણ રાખી શકતાં નથી એવું તાજા સંશોધનમાં જણાયું છે, તેની પાછળનું એ જ કારણ હોય છે કે આત્મશ્લાઘાને કારણે તેઓ કોઈ પણ વ્યક્તિની સાથે જોડાણ કેળવી શકતાં નથી અને તેઓ સામેની વ્યક્તિ ઉપર પ્રભુત્વ જમાવવાના પ્રયાસમાં જ રહેતાં હોય છે.  યુનિવર્સિટી ઓફ વોર્સો ખાતેની સાઇકોલોજી ફેકલ્ટીના મુખ્ય સંશોધક માર્સિન ઝાજેન્કોવસ્કીએ કહ્યું હતું કે, તેમણે હાલના પ્રોજેક્ટમાં ગુસ્સો અને જુદી જુદી લાગણીની કામગીરી વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુસ્સો એ તમારાં વલણને આધીન હોય છે અને તે આશાવાદી જોખમ અને આશાવાદી પૂર્વગ્રહ સાથે સંકળાયેલો હોય છે. સંશોધકોએ જે લોકોમાં વધુ ગુસ્સો હોય એમ તેમનામાં તેમની ક્ષમતા અને યોગ્યતા અંગે ઊંચી માન્યતા હોય છે કે કેમ એ ચકાસણી કરી હતી.

અભ્યાસ શું હતો?

કુલ ૫૨૮ લોકો ઉપર બે અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં જણાયું હતું કે જે લોકો શોર્ટ ટેમ્પર હતાં તેઓ તેમની બુદ્ધિમત્તાને વધુ પડતી અંદાજતાં હતાં. આ સરવેમાં ભાગ લેનારાઓને તેમના ગુસ્સા અને તેમની પોતાની બુદ્ધિમત્તા અંગે ૨૫ પોઇન્ટમાં આંકવાનું કહેવામાં આવ્યું હતું. એ પછી આ તમામ લોકોની બુધ્ધિમત્તા ટેસ્ટ લેવામાં આવી હતી. જે દ્વારા તેમણે જે બુદ્ધિમત્તા ધારી હતી, તે મુજબ બુધ્ધિક્ષમતા હતી કે કેમ તેની ચકાસણી કરાઇ હતી. એ અભ્યાસમાં જણાયું હતું કે જેઓ ખૂબ જ ગુસ્સાવાળા હતા, તેમણે પોતાની ક્ષમતા અને બુદ્ધિમત્તાને વધુ આંકી હતી, વળી ગુસ્સો અને તેમની બદ્ધિમત્તાનાં સ્તર વચ્ચે કોઈ જ સંબંધ ન હતો.

૫૨૮

લોકો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જણાયું કે, જે ગુસ્સાવાળા હતા, તેમણે પોતાની ક્ષમતાને વધુ આંકી હતી. જોકે ગુસ્સો અને તેમની બદ્ધિમત્તાનાં સ્તર વચ્ચે કોઈ જ સંબંધ ન હતો.

IQ શું છે?

।। આઈક્યુએ ઇન્ટેલિજન્સ ક્વોટેન્ટનું ટૂકું રૂપ છે, જે માનસિક ક્ષમતાને માપવા માટે વપરાય છે.

।। જર્મન શબ્દ ઇન્ટેલિજનક્વોટન્ટ પરથી સાઇકોલોજિસ્ટ વિલિયમ સ્ટર્ને આઈક્યુ શબ્દ પહેલવહેલો આપ્યો હતો.

।। ઐતિહાસિક રીતે જોઈએ તો IQ એ એવો આંક છે જે બૌદ્ધિક ટેસ્ટથી મેળવેલી વ્યક્તિની માનસિક વયને તેમની વયથી ભાગવાથી મળે છે, એ પરિણામને ૧૦૦ વડે ગુણવાથી જે મળે તે આઈક્યુ સ્કોર ગણાય છે.

।। ૧૦૦ને આઈક્યુનો મધ્યમ આંક ગણવામાં આવે છે, એ કારણથી ૬૦નો આઈક્યુ ધરાવનારાને ૧૨૦ આઈક્યુ ધરાવનારા કરતાં અડધો ઇન્ટેલિજન્ટ ગણવામાં આવે છે, ઉપરાંત ૧૦૦ એ એવો આઈક્યુ આંક છે જેની બંને બાજુ લોકોની સંખ્યા લગભગ સરખી હોય છે. મતલબ કે ૭૦નો આઈક્યુ ધરાવનારાં લોકો જેટલાં જ લોકો ૧૩૦નો આઈક્યુ ધરાવતાં હોય છે.

।। જોકે આઈક્યુની ચોક્કસતા અંગે વિવાદ ચાલે છે, એમ છતાં તેનો આજે પણ વ્યાપક ઉપયોગ થાય છે.

વિખ્યાત વ્યક્તિના આઈક્યુ

આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટિફન હોકિંગ :  IQ-૧૬૦

ડોનાલ્ડ ટ્રમ્પ  :  IQ-૧૫૬

ઇમા વોટ્સન  :  IQ-૧૩૮

આર્નોલ્ડ સ્વાઇઝેન્ગર :  IQ-૧૩૫

નિકોલે કિડમેન :  IQ-૧૩૨