NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • અંગરખા સ્ટાઇલ કુરતી આપે છે હટકે લુક, ટ્રાય કરો તમે પણ

અંગરખા સ્ટાઇલ કુરતી આપે છે હટકે લુક, ટ્રાય કરો તમે પણ

 | 1:55 pm IST

અંગરખા સ્ટાઇલ એટલે ફેબ્રિકને ઓવરલેપ કરવામાં આવે છે અને એને સાઇડ ઓપનિંગ આપવામાં આવે છે. આ સ્ટાઇલ બહુ જૂની અને ક્લાસિક છે જે ક્યારેય આઉટ ઓફ ફેશન લાગતી નથી અને થતી પણ નથી.

અંગરખા અથવા ઓવરલેપિંગ નામે ઓળખાતી આ કુરતીમાં ઘણાં વેરિએશન કરી શકાય, જેમ કે ઓવરલેપિંગની માત્ર પેટર્ન જ કરવી અને જે બે ભાગ પડે એમાં અલગ-અલગ ફેબ્રિક વાપરવાં. જે બે ભાગ પડે છે એને હાઇલાઇટ કરવા માટે કોન્ટ્રાસ્ટ બટન અથવા દોરી સાથે લટકણનો ઉપયોગ કરી શકાય.

જો કે આ પેટર્ન બધા જ પ્રકારની કુરતી સાથે સારી લાગે છે. અંગરખા સ્ટાઇલ યોકવાળી કુરતીમાં પણ સારી લાગે એટલે કે માત્ર યોકની ઉપર એટલે કે ચેસ્ટ પર ઓવરલેપિંગ ઇફેક્ટ આપવામાં આવે છે અને યોકની નીચે એ-લાઇન કે ફ્લેરવાળી પેટર્ન કરવામાં આવે છે. અંગરખા ઇફેક્ટ બધી જ લેન્ગ્થની કુરતી પર સારી લાગે છે જેમ કે હિપ લેન્ગ્થ, ની-લેન્ગ્થ, કાફ લેન્ગ્થ કે પછી ફુલ લેન્ગ્થ.