'એંગ્રી હનુમાન'વાળા આર્ટિસ્ટે બનાવી PM મોદીની તસવીર, જોતજોતામાં વાયરલ - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘એંગ્રી હનુમાન’વાળા આર્ટિસ્ટે બનાવી PM મોદીની તસવીર, જોતજોતામાં વાયરલ

‘એંગ્રી હનુમાન’વાળા આર્ટિસ્ટે બનાવી PM મોદીની તસવીર, જોતજોતામાં વાયરલ

 | 7:34 pm IST

‘એંગ્રી હનુમાન’ની તસવીર બનાવીને ચર્ચામાં આવેલા કર્ણાટકના કરણ આચાર્યે પીએમ મોદીનું ખાસ પેન્ટિંગ બનાવ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન પીએમ મોદી દ્વારા કરાયેલા વખાણ બાદ કરણ એ સોશ્યલ મીડિયા પર પીએમ મોદીનું પેન્ટિંગ પોસ્ટ કરતાં ધન્યવાદ કહ્યું.

તસવીર પોસ્ટ કરતાં કરણ એ લખ્યું કે નરેન્દ્ર મોદી સર, મારા કામને જોવા અને વખાણવા બદલ આપનો આભાર. તમને ધન્યવાદ આપવા માટે નાનકડી ગિફ્ટ છે. આશા છે તમને પસંદ આવશે. કરણ આચાર્ય દ્વારા બનાવામાં આવેલી આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.

એક વખતમાં પોસ્ટ ના કર્યું આખું પેન્ટિંગ
જો કે કરણ એ પીએમ મોદીનું પેન્ટિંગ એક વખતમાં જ પોસ્ટ કર્યું નહીં. સૌથી પહેલાં તેણે 6 મેના રોજ તેમની આંખોના સ્કેચ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા, પછી એ દિવસે તેમણે પીએમ મોદીનો ચહેરો સ્કેચ પોસ્ટ કર્યો. ત્યારબાદ 11મેના રોજ કરણે પીએમ મોદીનો આખો સ્કેચ મૂકયો. પછી મંગળવારે કરણ એ મોદીનું આખું પેન્ટિંગ પોસ્ટ કર્યું તો જોત જોતામાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયું.

પીએમ નરેન્દ્ર મોદીએ કર્યા હતા કરણ આચાર્યના વખાણ
આપને જણાવી દઇએ કે કર્ણાટક ચૂંટણી દરમ્યાન એક રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું, ‘કરણ આચાર્ય એ હનુમાનજીની જે તસીવર બનાવી, તેઓ દેશભરમાં ગૂંજી ઉઠ્યા, દેશભરમાં તેની ચર્ચા થઇ અને તેઓ ખૂબ પ્રશંસનીય છે. મેં જોયું કે દેશભરના ટીવીવાળા કરણ આચાર્યના ઇન્ટરવ્યુ માટે લાઇન લગાવી ઉભા હતા. આ કરણ આચાર્યની કલાની તાકત હતી, તેની કલ્પના શક્તિની તાકત હતી.’ પીએમ મોદીના આ વખાણ બાદ કરણ એ કહ્યું હતું કે આ અવિશ્વસનીય છે કે દેશના વડાપ્રધાન તેમના કામના વખાણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે કરણ ‘એંગ્રી હનુમાન’ના પેન્ટિંગ બનાવીને ચર્ચામાં આવ્યો હતો. આ પેન્ટિંગ જોત જોતામાં વાયરલ થઇ ગયા હતા અને બાઇક્સ-કાર પર દેખાઇ જ જાય છે.