અનીતિ ખોર ગૂગલ અંતે CCIના 'ગુગલી'માં બોલ્ડ...! - Sandesh

અનીતિ ખોર ગૂગલ અંતે CCIના ‘ગુગલી’માં બોલ્ડ…!

 | 1:31 am IST

વોટ્સએપ કોર્પોરેટઃ કલ્પેશ શેઠ

પ્રકૃતિનો નિયમ છે કે જેની તાકાત વધારે હોય તે તેનાથી ઓછી તાકાત વાળાને દબાવે…! પણ જ્યારે વધુ તાકાત વાળો આડેધડ ઠોકવા જ માંડે અને તેની દાદાગીરી હદથી વધી જાય ત્યારે કુદરત એવો ‘ગુગલી’ ફેંકે કે પેલો બોલ્ડ થઈ જાય…! વિશ્વની ટોપ બ્રાન્ડ GOOGLEના કેસમાં પણ આવું જ થયું છે. સાલ-૨૦૧૭ના છેલ્લા સર્વે પ્રમાણે APPLEને પાછળ રાખીને GOOGLE કંપની ૧૦૯.૪૭ અબજ અમેરિકન ડોલરની વેલ્યુ સાથે વિશ્વની ટોપ બ્રાન્ડ બની છે. જ્યારે APPLE ૧૦૭.૧૪ અબજ ડોલર સાથે બીજા નંબરે ધકેલાઈ છે. જો કે GOOGLE એ આ સ્તરે પહોંચવા માટે અનીતિ આચરી હોવાનું સાબિત થયું છે અને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ હાલમાં જ GOOGLEને ૧૩૬ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે. જો કે GOOGLE માટે આવો પ્રસંગ પહેલીવારનો નથી, આ અગાઉ પણ યુરોપ અને રશિયા જેવા દેશોમાં પણ ય્ર્ંર્ંય્ન્ઈ પર દંડ લાગી ચૂક્યા છે. ઓનલાઈન સર્ચ માર્કેટ ભારતમાં છેલ્લા દાયકામાં અનેક ગણું વધ્યું છે અને ‘Big data’ કન્સેપ્ટને CCI એ પણ સ્વીકારવો પડયો છે. તેથી હવે આગળ જતાં free search કન્સેપ્ટ કદાચ બંધ થાય અને તંદુરસ્ત હરીફાઈ માટે પેઈડ સર્ચ કન્સેપ્ટ આવે એવું પણ બની શકે.

મૂળ તો સાલ ૨૦૧૨માં Matrimony.com તથા Consumer Unity & Trust Society (CUTS) એ ય્ર્ંર્ંય્ન્ઈની ભારતીય અમેરિકા તથા આયરલેન્ડ સ્થિત કંપનીઓ પર ઓનલાઈન સર્ચ બિઝનેસમાં ભેદભાવ તથા અપ્રમાણિક પણે ગરબડ કરીને આ સેક્ટરમાં રહેલા કંપનીની પ્રભુત્ત્વનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનો કેસ કર્યાે હતો. જેના ચુકાદામાં CCI એ આ દંડ જાહેર કર્યાે છે. કેસની વિગતોના તર્ક જોઈએ તો એવું કહેવાયું છે કે ઈન્ટરનેટના યુગમાં હવે સૌ કોઈ પોતાની જરૂરિયાતો પૂરી કરતી કંપનીઓ શોધવા માટે ગુગલ સર્ચ કરતી હોય છે, જેમાં વધુ સારી કંપનીનું નામ આવે તે પહેલા ઓછી સારી કંપનીને પ્રમોટ કરીને તેનો કારોબાર વધારવામાં મદદરૂપ થવું અને તેના માટે જે તે કંપની પાસેથી ચાર્જ વસૂલ કરવા ઉપરાંત આ ક્ષેત્રમાં રહેલી અન્ય કંપનીઓને સ્પર્ધામાંથી દૂર કરી દેવા અંતરાયો ઊભા કરવા, ઓનલાઈન સર્ચ એડવર્ટાઈઝિંગ માર્કેટમાં ગેરરીતિ કરવા જેવા મુદ્દા સમાવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે CCI એ લગાડેલી પેનલ્ટી માટે પણ સાલ ૨૦૧૩, ૨૦૧૪ તથા ૨૦૧૫માં ય્ર્ંર્ંય્ન્ઈ એ ભારતમાં જે સરેરાશ રેવન્યૂ મેળવેલ છે તેના પાંચ ટકા પેનલ્ટી પેટે ચૂકવવાનો આદેશ કર્યાે છે.

GOOGLE સામે આવા જ કેસ બે વાર યુરોપમાં અને એક વાર રશિયામાં થઈ ચૂક્યા છે. જૂન-૨૦૧૭માં યુરોપમાં ય્ર્ંર્ંય્ન્ઈની માતૃ કંપની Alphabetને ૨.૯ અબજ ડોલરનો દંડ ભરવો પડયો હતો. જેનું કારણ પણ સર્ચ એન્જિન બિઝનેસમાં અપ્રમાણિક વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત નવેમ્બર-૧૭માં યુરોપમાં જ GOOGLE પર બીજો એક કેસ મંડાયો છે જેમાં પણ અન્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં છેડછાડ, ગેરઉપયોગ તથા સ્પર્ધકોને હાનિ પહોંચાડવા જેવા મુદ્દા સમાવાયા છે. યુરોપના કોમ્પિટિશન કમિશનર માર્ગારેટ વેસ્ટગેર આ કેસ ચલાવી રહ્યાં છે. આ કેસ તો એવો સંવેદનશીલ છે કે આગળ જતાં યુરોપના સિલિકોન વેલી સાથેના સંબંધો કથળી શકે છે કારણ કે આ જ કમિશનર વેસ્ટગેર અગાઉ ફેસબુકને પણ કોમ્પિટિશન કાનૂનનો ભંગ કરવા બદલ પેનલ્ટી લગાવી ચૂક્યા છે.

અત્રે ખાસ નોંધનીય છે કે ય્ર્ંર્ંય્ન્ઈ એ Alphabet ગ્રૂપનો સૌથી વધુ કમાતો દીકરો ગણાય છે. હવે જો GOOGLEના કારોબારમાં ઓટ આવે તો તેની ગંભીર અસર Alphabet ગ્રૂપ પર પડી શકે છે. આમેય તે ટેક્નોલોજી સેક્ટરમાં કંપનીઓના એક દાયકા આવતા હોય છે પછી ગાડી ગબડી જતી હોય છે. NOKIA, SAMSUNG, YAHOO તથા BLACK BERRY જેવા ઉદાહરણો આપણી નજર સામે છે…!