Photos of Ankita Lokhande From Greece
  • Home
  • Featured
  • Photos: ગ્રીસમાં ગ્રેસફુલ અંદાજમાં જોવા મળી સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ પ્રેમિકા

Photos: ગ્રીસમાં ગ્રેસફુલ અંદાજમાં જોવા મળી સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ પ્રેમિકા

 | 1:25 pm IST

ટીવી શૉ ‘પવિત્ર રિશ્તા’થી પોતાના કેરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી અંકિતા લોખંડે જલ્દી કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’માં જોવા મળશે. તાજેતરમાં જ અભિનેત્રી ગ્રીસ પહોંચી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરમાં એક્ટ્રેસનાં પૉઝ પણ ઘણા હૉટ અને કૂલ કૉમ્બિનેશનવાળા જોવા મળી રહ્યા છે. તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, ‘વ્હાઇટ કલર માટે પ્રેમ.’

ઉલ્લેખનીય છે કે ‘પવિત્ર રિશ્તા’ સીરિયલનાં માધ્યમથી સુશાંત સિંહ રાજપૂતની તેના જીવનમાં એન્ટ્રી થઈ હતી. જો કે 2016માં જ બંને અલગ થઈ ગયા હતા.