Pics: અબજોપતિની દીકરી ઇશા અંબાણીની સગાઇમાં આમની હાજરીએ સૌને ચોંકાવી દીધા - Sandesh
  • Home
  • Business
  • Pics: અબજોપતિની દીકરી ઇશા અંબાણીની સગાઇમાં આમની હાજરીએ સૌને ચોંકાવી દીધા

Pics: અબજોપતિની દીકરી ઇશા અંબાણીની સગાઇમાં આમની હાજરીએ સૌને ચોંકાવી દીધા

 | 3:01 pm IST

ગઇકાલે સોમવારના રોજ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે એટલે કે એન્ટિલિયામાં તેમની દીકરી ઇશા અંબાણીનું નક્કી થતાં ગોળધાણાની વિધિનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં અંબાણી પરિવારના નજીકના લોકો હાજર રહ્યાં હતા. એવામાં ખુદ અંબાણી મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળ્યાં હતા. પરંતુ બધા મહેમાનોની વચ્ચે સૌથી મોટા આશ્ચર્યની વાત એ હતી કે ઇશાના કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પરિવાર સાથે હાજર રહ્યાં હતા. આ અવસર પર અનિલ અંબાણીના દીકરા જય અનમોલ અંબાણીએ મોટા પપ્પા મુકેશ અંબાણીને ભેટી આશીર્વાદ લીધા હતા.

ગોળધાણાના પ્રસંગમાં અનિલ અંબાણી, ટીના અંબાણીએ ભાભી નીતા અંબાણીની સાથે ફોટો ખેંચાવ્યા હતા. મહેમાનોનું સ્વાગત કરતાં નીતા અંબાણી જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા વર્ષો સુધી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે સંબંધો વણસ્યા હતા. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેમના સંબંધોમાં ફરી એકવખત મીઠાશ જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે ઇશાના લગ્ન પિરામલ રિયાલિટીના સંસ્થાપક આનંદ સાથે થઇ રહ્યાં છે. આની પહેલાં ઇશાએ એલાન કર્યું હતું કે તે મિત્ર આનંદ પિરામલ સાથે આ ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે. રિપોર્ટસના મતે આનંદે મહાબળેશ્વરના એક મંદિરમાં ઇશા અંબાણીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

આનંદ અને ઇશા ઘણા સમયથી મિત્ર છે અને બંને પરિવારની વચ્ચે ચાર દાયકાથી જૂની દોસ્તી છે. આપને જણાવી દઇએ કે આનંદના પિતા અજય પિરામલ પ્રખ્યાત રિએલ એસ્ટેટ કંપની પિરામલ રિઅલટીના સંસ્થાપક છે.ગોળધાણાના પ્રસંગમાં બંને પરિવાર એક સાથે જોવા મળ્યા.

ઇશાના ફંકશનમાં સચિન તેંડુલકર પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા મિલિન્દ દેવડા પણ હાજર રહ્યાં હતા.