anil-ambani-gautam-adani-including-200-mou-to-get-cancelled
  • Home
  • Featured
  • ગેહલોત સરકારે અનિલ અંબાણી સહિત ઘણી કંપનીઓને આપ્યો 440 વોટનો ઝાટકો

ગેહલોત સરકારે અનિલ અંબાણી સહિત ઘણી કંપનીઓને આપ્યો 440 વોટનો ઝાટકો

 | 11:49 am IST

રોકાણમાં રસ નહીં દેખાડતા રાજસ્થાન સરકાર રિસર્જેંટ રાજસ્થાન ઇનવેસ્ટમેન્ટ સમિટના 200થી વધુ એમઓયૂ રદ્દ કરવાની છે. તેમાં અનિલ અંબાણીની કંપની રિલાયંસ જૂથ અને ગૌતમ અદાણીની અદાણી ગ્રુપ જેવી કંપનીઓના એમઓયૂનો પણ સમાવેશ થાય છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, વસુંધરા રાજે સરકારે નવેમ્બર 2015માં ઇનવેસ્ટર સમિટનું આયોજન કર્યું હતું. તેમાં તત્કાલીન સરકારે 3.37 લાખ કરોડ રૂપિયાના 470 એમઓયૂ કર્યા હતા.

ઉદ્યોગમંત્રી પરસાદી લાલ મીણા અનુસાર, ઇન્વેસ્ટર મીટ બાદ ત્રણ વર્ષમાં માત્ર 124 એમઓયૂ જ એવા રહ્યા હતા, જેના પર કામ થયું છે. તેમાં રાજસ્થાનને 12 હજાર કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું હતું. પરંતુ મોટી કંપનીઓએ કામ શરૂ કર્યું નહોતું. તેના કારણે તેમને નોટિસ મોકલવામાં આવશે, નોટિસ મોકલ્યા પછી પણ કામ શરૂ ન થયું તો તેમના એમઓયૂ રદ્દ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે કંપનીઓએ એમઓયૂ સાઇન કર્યા હતા, તેમને સરકાર જમીન અને ટેક્સમાં મોટો ફાયદો પહોંચાડનારી હતી. તેમાં પર્યટન, ખનન અને મેડિકલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

દોઢ લાખ કરોડ રૂપિયાથી વધુના લગભગ 240 એમઓયૂ ફેલ
તમને જણાવી દઇએ કે, રિસર્જેંટ રાજસ્થાન ઇનવેસ્ટમેન્ટ સમિટમાં 240 એમઓયૂ એવા હતા, જેમાં દોઢ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થવાનું હતું. તેમાં પર્યટન, ખનન અને મેડિકલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, પરંતુ કોઇ પણ કંપનીએ રાજસ્થાનમાં રસ દાખવ્યો નહોતો.

જાણો આખરે કયા ક્ષેત્રમાં કેટલું થયું હતું રોકાણ
રિસર્જેંટ રાજસ્થાન ઇનવેસ્ટમેન્ટ સમિટમાં ટૂરિઝમમાં 10,442 કરોડના 221 એમઓયૂ કર્યા હતા. જ્યારે મેડિકલમાં લગભગ 2700 કરોડ રૂપિયાના 14 એમઓયૂ થયા હતા, પરંતુ તેમાં કોઇ પણ પ્રોજેક્ટ શરૂ થયો નથી. જ્યારે, માઇન્સમાં 76 હજાર કરોડના 25 એમઓયૂ થયા અને તેમાં રોકાણ માત્ર 1500 કરોડ રૂપિયા જ આવ્યું.