Anil Ambani appears before SC in contempt case by Ericsson India
  • Home
  • Business
  • અનિલ અંબાણી ‘નિરાધાર’, કોર્ટમાં અઢી કલાક ઉભા રહેવું પડ્યુ

અનિલ અંબાણી ‘નિરાધાર’, કોર્ટમાં અઢી કલાક ઉભા રહેવું પડ્યુ

 | 12:39 pm IST

મુકેશ અંબાણી ભલે દેશના સૌથી અમીર શખ્સ હોય પણ તેમના ભાઇ અનિલ અંબાણીની મુશ્કેલી અટકવાનું નામ લેતી નથી. રિલાયન્સ કોમ્યુનિકેશન્સને મુકેશ અંબાણીની કંપની જિયોને વેચવાના તમામ પ્રયાસો ફેલ રહ્યા છે. અનિલ અંબાણીએ આ જાણકારી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે આપી હતી. આની સાથે અનિલ અંબાણીની કંપની સંકટમાથી બહાર આવે તેની બચી રહેલી થોડી આશા પર પણ પાણી ફરી વળ્યુ હતુ.

અનિલ અંબાણીના પિતા ધીરૂભાઈ અંબાણીના 85માં જન્મદિવસના અવસર પર રિલાયન્સ જિયોને પોતાની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનની ટેલિકોમ એસેટ્સને વેચવાનું એલાન કર્યુ હતુ. આનાથી કંપનીને 23,000 કરોડ મળવાની આશા હતી. અનિલ અંબાણીની નજર એ વાત પર હતી કે આ રકમથી દેવુ ચુકવી શકાશે.

અનિલ અંબાણીની કંપની પર માથાના વાળ જેટલુ દેવુ છે. કંપની પર 47,000 કરોડ રૂપિયાનું દેવુ છે. 1 ફેબ્રુઆરીએ તેમણે તેમની કંપનીએ દિવાળુ ફુક્યુ તે જાહેર કર્યુ છે. મંગળવારે એરિક્શનને 550 કરોડ ચુકવવાના મામલે રજૂ થયેલા અનિલ અંબાણીએ આ વાતની જાણકારી આપી હતી. ખચાખચ ભરેલ કોર્ટ રૂમમાં સૌની નજર માત્ર અનિલ અંબાણી પર હતી. અનિલ અંબાણી કોર્ટમાં અઢી કલાક સુધી ઉભા રહ્યા.

એરિક્શને અનિલ અંબાણી પર સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતા 550 કરોડ ચુકવવાને લઈને અવમાનના કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. એરિક્શનના વકિલે જણાવ્યુ કે જે રકમ છે તે ચુકવવાના બદલે અનિલ અંબાણી બીજા બહાનાઓ ધર્યા કરે છે. જ્યાં સુધી તેઓ રકમ ન ચુકવે તેમને કસ્ટડીમાં લેવા જોઈએ.

આ કારણે અનિલ અંબાણીને ન મળ્યો મોટા ભાઈનો સાથ

અનિલ અંબાણીની કંપની ખરીદવાની વાત પર મુકેશ અંબાણીએ સહમતિ આપી દીધી હતી. આ ડીલ લગભગ પાકી થઈ ગઈ હતી અને એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે અનિલ અંબાણીની મુશ્કેલીઓનો હવે અંત આવી જશે. અનિલ અંબાણીને આ ડીલથી 23,000 કરોડ રૂપિયા મળવાના હતા. કંપની પર રકમની જવાબદારી કોની રહેશે એ મામલાને લઈને પેચ પડ્યો હતો.

આ સવાલને લઈને ડીલ તૂટી ગઈ હતી. જિયોએ રિલાયન્સ કોમ્યુનિકેશનનું જૂનુ દેવુ લેવાની નામ પાડી. ટેલિકોમ ડિપાર્ટેમેન્ટે ડીલને મંજૂરી આપવાની એ શરતે માન્યતા આપી કે એ પહેલા દેવુ કાનુ કેટલુ રહેશે તે સ્પષ્ટ કરવામાં આવે .

કપિલ સિબ્બલ અને રોહતોગીએ કર્યો અંબાણીનો બચાવ

સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણીનો પક્ષ રાખતા સીનિયર વકિલ કપિલ સિબ્બલ અને મુકુલ રોહતોગીએ જસ્ટીસ આરએફ નરીમન અને વિનીત સરનની બેન્ચને કહ્યુ કે રિલાયન્સ કોમ્યુનિકેશન પોતાની એસેટ્સ વેચવાની ડીલ ફેલ થવાથી એરિક્શનને જે રકમ ચુકવવાની હતી તે ચુકવવા અસમર્થ છે, તેમના પર કોઈ દબાણ કરી શકાય નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન