અનિલ અંબાણીને જોરદાર ઝાટકો, મોટો ભાઇ પણ નહીં કરી શકે મદદ કારણ કે... - Sandesh
  • Home
  • Business
  • અનિલ અંબાણીને જોરદાર ઝાટકો, મોટો ભાઇ પણ નહીં કરી શકે મદદ કારણ કે…

અનિલ અંબાણીને જોરદાર ઝાટકો, મોટો ભાઇ પણ નહીં કરી શકે મદદ કારણ કે…

 | 1:25 pm IST

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ટેલિકોમ કંપની આરકૉમ પર બેન્કોનું મોટો દેવું છે. આ દેવાથી પહોંચી વળવા માટે અનિલ અંબાણી આરકૉમના એસેટ્સ વેચવા માંગે છે પરંતુ એક આર્બિટ્રેશન કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે. કોર્ટે ઇરિક્સનની એક યાચિકા પર આ આદેશ આપ્યો છે. જેમા તેના બાકી લેણાંની ચૂકવણીની ખાતરી કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ ખબર બાદ આરકૉમના શેરમાં ખુબ મોટો ઘટાડો નોંધાયો છે. આરકૉમનાં શેર 5 ટકાનાં ઘટાડા સાથે 26.35 રૂપિયા પર બંધ થયા.

અનિલ અંબાણી પોતાના દેવાને ઓછૂ કરવા માટે ડિસેમ્બર 2017મા પોતાના સંપત્તિ રિલાયન્સ જિયોને વેચવાનો નિર્ણય કર્યો હતો. આરકૉમ પર માર્ચ 2017 સુધી બેન્કોનું 45 હજાર કરોડ રૂપિયાનું દેવુ હતું. એરિક્સને ગત સપ્ટેમ્બરમાં 1,150 કરોડ રૂપિયાની ચૂકવણી માટે કંપની વિરૂદ્ધ નાદારી પ્રક્રિયાનું આવેદન કર્યુ હતું. માત્ર આટલું જ નહી ચીનની કંપની ચાઇના ડેવલપમેન્ટ બેન્ક (સીડીસી)એ આરકૉમ વિરૂદ્ધ 24 નવેમ્બરે લો ટ્રાઇબ્યૂનલમાં બેન્કકરપ્સી માટે આવેદન પાઠવ્યૂ હતું

ખર્ચો ઓછો કરવા માટે કર્મચારીઓનું સૉર્ટિંગ કરવાનો નર્ણય લેવાયો છે. રિપોર્ટ અનુસાર આ વખતે સૉર્ટિંગમાં 800-1000 કર્મચારીઓને નિકાળમાં આવી શકે છે. બેન્કોએ રિલાયન્સ કોમ્યૂનિકેશનને દેવુ ચૂકવવા માટે ડિસેમ્બર મહિના સુધીનો સમય આપ્યો છે. દેવા સાથે જજુમી રહેલી રિલાયન્સ કોમ્યૂનિકેશન્સની કેટલાક દિવસો પહેલા એરસેલ સાથેની ડિલ રદ્દ થઇ ગઇ હતી.

તમને જણાવી દઇએ કે, જિયોના આવ્યા બાદ ટેલિકોમ સેક્ટર સતત સંકટમાં જજુમી રહ્યુ છે. એક સમારંભમાં અનિલ અંબાણી અહિંયા સુધી કહી ચૂક્યા છે કે, “ટેલિકોમ ક્ષેત્રે આઇસીસીયૂમાં છે અને આથી સરકાર તથા બેન્કને જોખમ ઉઠાવવા પડી શકે છે. સાથે જ તેમણે ક્ષેત્રોમાં ઉભરતા એકાધિકારવાળા માર્કેટની પરિસ્થિતિને લઇ ચેતવણી આપી હતી”

અંબાણીએ કહ્યું હતું કે, જિયોનાં આવ્યા બાદ ફ્રી ડેટા અને વોયસ ટૈરિફની પ્રતિસ્પર્ધાથી ટેલિકોમ કંપનીઓને ખુબ મોટૂ નુક્શાન થયુ છે. તેમણે કહ્યું છે કે ગત વર્ષે ટેલિકોમ સેક્ટરને 10,000 નોકરીઓને સમાપ્ત કરી છે જ્યારે આ વર્ષે ઓછામાં ઓછૂ 40,000 ખતમ થવાની સંભાવના છે.