Anil Ambanis Empire Fall Reasons
  • Home
  • Business
  • કેવી રીતે થયું અનિલ અંબાણીના સામ્રાજ્યનું પતન? જાણો…

કેવી રીતે થયું અનિલ અંબાણીના સામ્રાજ્યનું પતન? જાણો…

 | 8:39 pm IST

અનિલ અંબાણીના સામ્રાજ્યના પતનની દરેક જગ્યા ચર્ચા થઈ રહી છે. 10 વર્ષ પહેલા દુનિયાના સૌથી અમીર હસ્તીઓમાં પોતાનું નામ નોંધાવનાર એવા અનિલ અંબાણીને એરિક્સન કંપનીના દેવાની ચુકવણી ન કરવાને બદલે જેલ જવાની નોબત આવી છે.

જોકે અનિલ અંબાણીની આ પરિસ્થિતિઓ વિશે કેટલાક પ્રતિસ્પર્ધીઓનું કહેવું છે કે તેઓ ખુબજ મહત્વકાંક્ષી હતા જ્યારે તેમની સાથે કામ કરનાર લોકોનું કહેવું છે કે અનિલ અંબાણીની અમુક કંપનીઓની હાલત એટલા માટે ખરાબ થઈ કારણે કે સંપૂર્ણ સેક્ટર જ ખરાબ સમયથી પસાર થયું હતું.

નોંધનીય છે કે અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયંસ કોમ્યુનિકેશન(આરકોમ) પર એરિક્શન કંપનીનું રૂ.550 કરોડનું દેવું છે. આ દેવાના કારણે જ અનિલ અંબાણી પર જેલ જવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જોકે મોટા ભાઈ મુકેશ અંબાણીએ નાના ભાઈની સમય રહેતા મદદ કરી હોવાથી અનિલ અંબાણીએ તેમના દેવાની ચુકવણી કરી દીધી.

પરંતુ અનિલ અંબાણીની અન્ય કંપનીઓ જેમકે સરંક્ષણ કંપની રિલાયંસ નૈવલ એન્ડ એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વેન્ચર અને ઊર્જા ક્ષેત્રની કંપનીઓ પણ દેવા હેઠળ દબાયેલી છે અને તેમની હાલત ખરાબ છે. જોકે તેમની નાણાકીય કંપની રિલાયન્સ કેપિટલ(Rcap) એક એવી કંપની છે જે સારું પ્રદર્શન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે 2008માં થયેલ એક સર્વેમાં અનિલ અંબાણી 42 અરબ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના 6ઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા. જ્યારે હાલની વાત કરીએ તો અનિલ અંબાણીની રજીસ્ટ્રર્ડ કંપનીનું મૂલ્ય લગભગ 13,742 કરોડ રૂપિયા છે. જ્યારે આ સાથે અનિલ ફોર્બ્સની શ્રીમંતોની યાદીમાં ભારતમાં 50માં નંબરે જ્યારે દુનિયામાં 100થી નીચે પહોંચ્યા છે. રિપોર્ટ મુજબ અનિલના બિઝનેસ ગ્રુપનું કુલ દેવું માર્ચ 2018 સુધી 1.72 કરોડ રૂપિયા પહોંચ્યું હતું. જ્યારે ટેલિકોમ સેક્ટરમાં પણ ગત વર્ષે જોરદાર નુકસાન થયું હતું.


તમને બતાવી દઈએ કે અનિલ અંબાણીએ કેટલાક રાજનેતાઓ, મીડિયા અને લેખકો સામે કુલ 28 બદનક્ષીના કેસ કર્યા છે. જ્યારે આ પહેલા અનિલ અંબાણી પિતાના સામ્રાજ્યના ભાગલા સંબંધી તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીને પણ કોર્ટમાં બોલાવી ચૂક્યા છે. રિપોર્ટ મુજબ 2008માં મુકેશ અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં અનિલ અંબાણી સામે એક ટિપ્પણી કરી હતી જેના કારણે નાના ભાઈએ મોટા ભાઈ પર 10,000 કરોડ રૂપિયાનો બદનક્ષી મુકદ્દમો કર્યો હતો. જોકે બે વર્ષ બાદ તેમને કેસ પરત લઈ લીધો.

નોંધનીય છે કે ધીરૂભાઈ અંબાણીની મોત પહેલા અનિલ અંબાણી ઋણ માટે રોકાણકારો સાથે પોતે જ વાત કરતા હતા. આ સાથે તેઓ ટેક્સટાઇલ બિઝનેસ રિપોર્ટિંગ અને મીડિયા સાથે વાત પણ તેઓ જ કરતા હતા. જ્યારે બીજી તરફ મુકેશ અંબાણીની છવિ એકદમ શાંત વ્યક્તિત્વ વાળી હતી. તેઓ પેટ્રોકેમિકલ અને રિફાઇનરી બિઝનેસ સંભાળી રહ્યાં હતા. પરંતુ પછી મુકેશ અંબાણીએ ટેલિકોમ બિઝનેસ શરૂ કર્યો અને બન્ને ભાઈ એક-બીજાના પ્રર્તિસ્પર્ધી બની ગયા.

2005માં ધીરૂભાઈ અંબાણીના સામ્રાજ્યના આખરે ભાગલા થયા. મુકેશ અંબાણીને પેટ્રોકેમિકલ, ટેક્સટાઇલ, રિફાઇનરી અને ઓઇલ ગેસના બિઝનેસ મળ્યા હતા જ્યારે અનિલ અંબાણીનો ભાગે ટેલિકોમ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇનાન્સમાં બિઝનેસ આવ્યા હતા. ઉપરાંત બન્ને એકબીજાના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા ન કરવાની શર્તે એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા.

ભાગલા બાદ બન્ને ભાઈ પોત-પોતાના બિઝનેસના વિસ્તાર માટે સખત મહેનત કરવા લાગ્યા. મુકેશ અંબાણીએ રિટેલ બિઝનેસમાં એન્ટ્રી કરી. તે સમય આ સેક્ટરમાં જોરદાર ગ્રોથ હતો. આ માટે મુકેશ અંબાણીએ મોટા પ્રમાણમાં ઋણ લીધું હતું પરંતુ તેમ છતાં 2012 સુધી તેમનો કારોબાર સંપૂર્ણ રીતે દેવા મુક્ત થયો હતો.

બીજી તરફ અનિલ અંબાણી પણ મોટી-મોટી યોજનાઓ બનાવી રહ્યા હતા. તેમનું સપનું ટેલિકોમ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મનોરંજન ક્ષેત્રમાં પણ એક મોટા ખેલાડી તરીકે સામે આવવું હતું. સંસ્થાકીય રોકાણકાર સલાહકાર સેવાઓ(આઇઆઇએએસ)ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ડેન્ટન એક ખાનગી મીડિયાને જણાવ્યું હતું કે,‘તે એક વ્યવસાયથી બીજા વ્યવસાયમાં કૂદકો મારતા હતા, પરંતુ તેમને ચલાવવામાં ઘણી ખામી હતી. ઘણા પ્રોજેક્ટ્સમાં અંદાજ કરતાં વધુ ખર્ચ આવ્યો હતો અને કોઈ વળતર મળતું નહોતું.’

2008માં રિલાયંસ પાવર એક આઈપીઓથી રિકોર્ડ 11,563 કરોડ રૂપિયા એકત્ર કર્યા જેમાં 13 ગેસ, કોલસા અને 28,200 મેગાવાટ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સામેલ હતા. આમાં સૌથી મોટી પરિયોજના 7,480 મેગાવોટની દાદરી ગૈસ પાવર પરિયોજના હતી જેના માટે મુકેશ અંબાણીએ KG-D6 ગેસ ફિલ્ડથી ઓછી કિંમતે ગૈસ પ્રાપ્ત થવાની હતી. પરંતુ પરિયોજના માટે ગેસ મળી નથી. મકેશ અંબાણીએ કહ્યું કે, પારિવારિક સમજૂતીમાં નક્કિ કરેલ કિમત(2.34 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ,mBtu) પર તેઓ ગેસ નહીં વેચી શકતા કારણે કે સરકારી કિંમત $4.2 પ્રતિ mBtu છે. આ લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી.

આ સંબંધમાં કોર્ટે કહ્યું કે એક પારિવારિક સમજૂતીને ગેસ પ્રાઇસિંગ અને સરકારી નીતિ પર પ્રાથમિકતા આપી શકાય નહી. કોર્ટના નિર્ણય બાદ દાદરી પરિયોજના જ્યારે વાસ્તવિક રૂપ લઈ શકી નહી. એવી જ રીતે કોયલા સેક્ટરમાં પણ અનિલ અંબાણીનું ગણિત ખોટું સાબિત થયું. RPowerએ તિલૈયા અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ શરૂ કરવા માટે બનાવાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હિકલ(એસપીવી)ને વેચી દીધું. જેને તેમને ઝારખંડ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશનથી 112 કરોડ રૂપિયામાં ખૂબ ઓછી ટેરિફ(1.77 પ્રતિ યુનિટ) પર ખરીદ્યુ હતું. ઉપરાંત કંપનીએ આંધ્રપ્રદેશ સરકારને પત્ર લખ્યો હતો, જેમાં વ્યવહારિકતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને કૃષ્ણાપત્નમ્મ(યુએમપીપી)માંથી પણ બહાર નીકળવું જોઈએ. આ બન્ને પરિયોજનાઓ આયતિત કોયલા પર આધારિત હતી. 2012માં ઈન્ડોનેશિયામાં કાયદો બદલાતા ત્યાંથી કોયલો મંગાવો મોંઘો થઈ ગયો.

આવી જ રીતે કંપનીના અન્ય પ્રોજેક્ટ જેમકે 3960-મેગાવોટનો ચિત્રાંજી પ્લાન્ટ, Sasan પરિયોજનામાં ખર્ચ વધારે થયો પરંતુ પ્રોજેક્ટ સફળ ન રહ્યાં. જ્યારે કેટલાક પ્રોજેક્ટ તો શરૂ પણ ન થઈ શક્યા. જેના કારણે અનિલ અંબાણી કંપની આર પાવરનું દેવું છેલ્લા 10 વર્ષોમાં 500 કરોડથી વધીને 31,700 કરોડ થઈ ગયું. ગત વર્ષે કંપનીનો નફો પણ 6.28 ટકા ગગડીને 1,034.81 કરોડ રૂપિયા પહોંચી ગયો.

ટેલિકોમ સેક્ટરની વાત કરીએ તો 6માર્ચ 2006માં આરકોમે 307 રૂપિયાની સ્ક્રિપ સાથે શરૂઆત કરી હતી. તે સમય કંપનીની માર્કેટ વેલ્યૂ 1,65,917 કરોડ રૂપિયાની સાથે નવો કીર્તિમાન બનાવ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી 2019ની વાત કરીએ તો આરકોમનો શેર ભાવ 5-6 રૂપિયા વચ્ચે જોવા મળ્યો હતો. ગ્રાહકોને ઓછી કિંમતે વધુ સુવિધા આપવા અને ખર્ચ સામે કેસ ઓછી રહેતા કંપનીને નુકસાન વેઠવું પડ્યું હતું.


જોકે 2008 માં,જ્યારે આરકોમને સરકારની ડ્યુઅલ ટેકનોલોજી હેઠળ સ્પેક્ટ્રમ મળ્યો હતો, પરંતુ ત્યાર સુધી ખૂબ મોડું થયું હતું. દેવું 25,000 કરોડ સુધી પહોંચી ગયું હતું. સમય સાથે વધુ પ્રતિસ્પર્ધા સર્જાતા પણ કંપનીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉપરાંત અંબાણી ભાઈઓ વચ્ચે એકબીજાના વિસ્તારમાં સ્પર્ધા ન કરવાની શરત પણ સમાપ્ત થઈ હતી, જેના પછી મુકેશ અંબાણીએ જિયો લોન્ચ કર્યો અને કેટલીક કમજોર ટેલિકોમ કંપની વધુ દબાણમાં આવી ગઈ. અનિલ અંબાણીએ એરસેલ સાથે સોદા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમય દરમિયાન નિયમનકારી સંસ્થા પાસેથી પરવાનગી મેળવી શક્યો નહીં. આરકોમે અનેક કિંમતી શેર્સ વેચીને લોન પરત કરવાની કોશિશ કરી છે. ડિસેમ્બર 2017માં, રિલાયન્સ જિયો પાસે 23,000 કરોડ રૂપિયાનું સોદો પણ થયો.

પાવર અને ટેલિકોમ પોતે પડકારરૂપ વિસ્તારો છે, પરંતુ આ ઉપરાંત, અનિલ અંબાણી સિમેન્ટ, ડિફેન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર(એરપોર્ટ, શિપયાર્ડ, રોડ્સ, સીલિંક, રિયલ એસ્ટેટ, મેટ્રો રેલ), મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સહિતના તમામ ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો. હરાજીમાં આક્રમક ભાવના કારણે, અનિલે ઘણા પ્રોજેક્ટ્સ હસ્તગત કર્યા અને સરળતાથી તેમના માટે ભંડોળ પણ એકત્રિત કર્યું, પરંતુ તેમના અમલીકરણમાં તેઓ સફળ ન થઈ શક્યા.

અનિલ અંબાણીને ફાઇટર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જો હવે તેમને તેની સફળતાની અડધી ઊંચાઈ પણ પ્રાપ્ત કરવી હોય તો તેમને હવે જીવનનો એક શ્રેષ્ઠ સોદો કરવો પડશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન