NIFTY 9,491.25 -20.15  |  SENSEX 30,834.32 +-123.93  |  USD 64.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કુંબલેએ કહ્યું- વિરાટમાં આવેલું પરિવર્તન ખરેખર અદભૂત છે

કુંબલેએ કહ્યું- વિરાટમાં આવેલું પરિવર્તન ખરેખર અદભૂત છે

 | 8:09 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના કોચ અનિલ કુંબલેએ વર્તમાન કેપ્ટ વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીના ભરપેટ વખાણ કર્યા હતા. વકોલા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા દરમિયાન તેણે જણાવ્યું કે, કોહલી અદ્ભુત ખેલાડી છે. 19 વર્ષના કોહલી અને અત્યારના કોહલીમાં વિશાળ તફાવત છે. તેના વિશે વાત કરવા માટે મારી પાસે શબ્દો નથી અને હોય તો પણ ઓછા પડે તેમ છે.

મેં તેને 19 વર્ષના અંડર-19ની ભારતીય ટીમના કેપ્ટન તરીકે, વર્લ્ડકપ જીતનારા કેપ્ટન તરીકે અને રોયલ ચેન્જર બેંગ્લુરૂ સાથે જોડાતા જોયો છે. તેનામાં રહેલો ઉત્સાહ, આક્રમકતા, ખેલદિલી, અને પ્રતિબદ્ધતા નવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક છે.

બીજી તરફ કુંબલેએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પણ ભરપેટ વખાણ કર્યા હતા. કુંબલેએ જણાવ્યું કે, જેમ કોહલી છે તેમ ધોન પણ એક ચમત્કારિક વ્યક્તિત્વ છે. રાંચીમાંથી આવનારો એક છોકરો દસ વર્ષ સુધી ભારતીય ટીમનો સુકાની બની રહેશે તેની કલ્પના કોઈને નહોતી.

દસ વર્ષ સુધી તે ભારતીય ટીમનો સુકાની રહ્યો અને ભારતને બે અલગ અલગ ફોર્મેટમાં વર્લ્ડકપ અપાવ્યા અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ અપાવી. તેણે ભારતીય ટીમમાં સુકાની તરીકે જેટલો સમય પસાર કર્યો તેટલો સમય ઘણો કપરો હતો અને ઘણા પડકારોનો તેણે સામનો કરવો પડયો હતો. તેણે જેટલો સમય ભારતીય ટીમના સુકાની તરીકે પસાર કર્યો તેને સલામ છે. તે ખરેખર આ રમતના દેવદૂત સમાન છે.