'ટોટલ ધમાલ': અનિલ કપૂર અને માધુરી દીક્ષિતનો ફર્સ્ટ લૂક જાહેર, જોવા મળી ગજબની કેમિસ્ટ્રી - Sandesh
  • Home
  • Photo Gallery
  • ‘ટોટલ ધમાલ’: અનિલ કપૂર અને માધુરી દીક્ષિતનો ફર્સ્ટ લૂક જાહેર, જોવા મળી ગજબની કેમિસ્ટ્રી

‘ટોટલ ધમાલ’: અનિલ કપૂર અને માધુરી દીક્ષિતનો ફર્સ્ટ લૂક જાહેર, જોવા મળી ગજબની કેમિસ્ટ્રી

 | 12:32 pm IST

અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની હિટ જોડી 18 વર્ષ પછી ફરી પડદા પર જોવા મળશે. ઇન્દ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં બંને સાથે કામ કરતા નજર આવશે. ધમાલ સીરીઝની આ ફિલ્મમાં અજય દેવગન પણ નજર આવશે. તાજેતરમાં આ ફિલ્મનાં ટાઇટલ ટ્રેકને શૂટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માધુરી અને અનિલ કપૂરની જોડી એટલી પરફેક્ટ જોવા મળી જેટલી 2 દશક પહેલા લાગતી હતી. આ ફિલ્મનો અનિલ કપૂર અને માધુરી દીક્ષિતનો ફર્સ્ટ લૂક જાહેર થયો છે.

તેમની તસવીરને જોઇને એવું લાગે છે કે સમય હજુ પણ તેમની સાથે છે. તેઓ એટલા જ આકર્ષક લાગી રહ્યા છે. ફિલ્મનાં ફૉટોગ્રાફી ડાયરેક્ટર જાપાની છે. તેમનું કહેવું છે કે ક્લોઝઅપ શૉટમાં આ જોડી ચમકદાર દેખાય છે. ફિલ્મમાં અનિલ કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. માધુરીએ કહ્યું કે, તેણે લાંબા સમયથી કૉમેડી ફિલ્મ નથી કરી જેને કારણે આ ફિલ્મ કરવા માટે તે ઘણી જ ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘ટોટલ ધમાલ’ ‘ધમાલ’ સીરીઝની ફિલ્મ છે. ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ઉપરાંત અજય દેવગણ પણ જોવા મળશે.