Anil kapoor Daughter rhea kapoor birthday here know some facts
  • Home
  • Featured
  • PHOTOS: અનિલ કપૂરની બીજી દીકરી છે હદ કરતાં વધારે બોલ્ડ, સંભાળે છે કરોડોનો બિઝનેસ

PHOTOS: અનિલ કપૂરની બીજી દીકરી છે હદ કરતાં વધારે બોલ્ડ, સંભાળે છે કરોડોનો બિઝનેસ

 | 10:31 am IST

ફિલ્મ પ્રોડ્યુસર અને અનિલ કપૂરની દીકરી રિયા કપૂર 5 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અત્યાર સુધીમાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એ સિવાય તે ફેશન સ્ટાઈલિસ્ટ છે અને બહેન સોનમ કપૂર સાથે રહીને બ્રાન્ડ પણ ચલાવે છે.

રિયાએ 2010માં ફિલ્મ આયશા બનાવી હતી. જો કે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નહોતી કરી શકી. ત્યારબાદ 2014માં બીજી ફિલ્મ ખુબસુરત આવી. આ પણ નહોતી ચાલી પણ રિયાના કરિયર માટે ફાયદો કરાવતી ગઈ. ત્યારબાદ વીરે દી વેડિંગ પ્રોડ્યુસ કરી. વિવાદોમાં પણ આવી અને બોક્સ ઓફિસ પર હિટ રહી.

ઉલ્લેખનીય છે કે, રિયા ઘણા સમયથી કરણ બૂલાનીને ડેટ કરી રહી છે. બન્ને પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અનિલ કપૂરને પણ કરણ પસંદ છે. સોનમ સાથે મળીને રિયા કપૂરે પોતાની રેસન ક્લોથિંગ બ્રાન્ડ લોન્ચ કરી હતી. રિયા પોતાના બોલ્ડ અંદાજ અને બેબાકી રીતે નિવેદન આપવા માટે જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન